ગુજરાત

બ્રહ્માકુમારીઝ વરાછા કેન્દ્ર દ્વારા સેવા અને સમર્પણ ની પ્રતિમૂર્તિ નર્સોને અપાયું સન્માન

સુરત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવાકેન્દ્ર દ્વારા સેવા, સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ  સમાન નર્સોના સન્માર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્સભાઈ-બહેનોનું સ્વાગત સુંદર સ્વમાનની માળા અને પુષ્પો સાથે કરવામાં આવ્યુ.કાર્યક્રમની શુભ શરૂઆત બ્રહ્માકુમારી કૃપાલીબેને ઓમકાર મહામંત્રની પવિત્ર ધ્વનિ સાથે પરમાત્માના સ્મૃતિ ગીત સાથે કરવામાં આવી.ઉપસ્થિત મહેમાનો બ્રહ્માકુમારી તૃપ્તિબેન-વરાછા સેવાકેન્દ્રના સંચાલિકા સુરત હોમગાર્ડ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રેસિડન્ટશ્રી, ડો વિનોદભાઈ – ભાર્ગવ ક્લિનિક, કિરણભાઈ દોમડીયા – ટી.એન્ડ ટી.વાય. ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ, ભગિની માયાબેન માવાણી – વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરશ્રી , ડો પુર્વી માલવીયા શિરોયા  ગાયનેકોલોજીસ્ટ એ દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન વિધિ ને સંપન્ન કરી હતી સર્વ મહેમાનોને બ્રહ્માકુમારી તૃપ્તિબેનને ઈશ્વરીય સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.બ્રહ્માકુમારી તૃપ્તિબેનને પ્રેરણાદાયી સંબોધન આપતા જણાવ્યું હતું કે દિવસ કે મધરાત પોતાના આરામ અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીની સેવા માટે સદાય તત્પર રહેતી નર્સો ખરેખર માનવતાની જીવંત મૂર્તિ છે. પોતાના કામ દરમિયાન પોતાની ચિંતાના લેવલને ઘટાડવો હોય તો પ્રતિદિન રાજયોગ નો અભ્યાસ કરીએ.ડો. પ્રફુલભાઈ શિરોયાએ પોતાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સમાજમાં નર્સોની ભૂમિકા અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાય છે. કોરોના જેવા કપરા સમયમાં પણ નર્સો એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિરણભાઈ દોમડીયા એ જણાવ્યું હતું કે નર્સો આરોગ્ય ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ અને અવિભાજ્ય કડી છે.ભગિની માયાબેન માવાણી કોર્પોરેટરશ્રી એ તમામ નર્સ ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય,  સારું આરોગ્ય અને સતત સેવા કાર્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તમામ નર્સભાઈ-બહેનોમાં ઉમંગ ઉત્સાહ વધારવા માટે બ્રહ્માકુમારી શ્વેતાબેન, બ્રહ્માકુમારી સોનલબેન અને બ્રહ્માકુમારી કૃપાલીબેને નારા બોલાવ્યા હતા તથા પ્રતિજ્ઞા પણ કરાવી હતી.

બ્રહ્માકુમારી સોનલબેનને તેમના અવિસ્મરણીય યોગદાન માટે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અંતમાં તમામ નર્સ ભાઈ- બહેનોને વિજયનું તિલક, સન્માન ચિન્હ તથા બ્લેસિંગ કાર્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ મંચ સંચાલન બ્રહ્માકુમારી અનીશાબેને કર્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ બાદ સર્વ ભાઈ બહેનોએ પવિત્ર બ્રહ્માભોજન પણ સ્વીકાર કર્યુ હતું. સંપૂર્ણ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેનના સફળ નેતૃત્વમાં સંપન્ન થયો હતો.

Related Posts