અમરેલી

અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી: ગુજરાતના વિકાસને મળશે ‘સુપરફાસ્ટ’ ગતિ

​વિકાસની આ તેજ રફતાર, 

હવે ગમશે જ ગમશે,

કે ધોલેરા હવે ખુદ અમદાવાદને                      મળશે જ મળશે.

​પ્રગતિના નવા આ ટ્રેક પર દોડશે                      હવે આખું ગુજરાત,

સમૃદ્ધિનું નવું આ સપનું, 

હવે તો ફળશે જ ફળશે.

–“પાંધી સર”

ગુજરાતના ઔદ્યોગિક નકશાને બદલી નાખનારા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ રેલવે લાઇનને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અંદાજે રૂ. 20,667 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.

​આ પ્રોજેક્ટ હેઠળ ડબલ લાઇન રેલવે ટ્રેક બિછાવવામાં આવશે, જે અમદાવાદ જેવા મોટા વ્યાપારી કેન્દ્રને ધોલેરાના આધુનિક ટેક્નોલોજી હબ સાથે સીધું જોડશે. આ મંજૂરીથી માત્ર માલસામાનની હેરફેર ઝડપી બનશે એટલું જ નહીં, પરંતુ નવા ઉદ્યોગો અને રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે.

ભાવનગર સાથે પણ રેલ માર્ગે જોડાશે sir.અશ્વિની ભાવનગર આવેલા રૂબરૂ.આઈ.ટી.પાર્ક તો હાજરમાં ફોન પર મંજૂર કર્યો.

 સરના સમણાંની તો વાત જ શું કરવી?

એક વણ ઉપયોગી ધરાને કરી દીધી નરવી!

નરવી એટલે સશક્ત.

જેમ દરેક પ્રોજેક્ટ માં થાય જ ,એમ કેટલાય છેતરાયા ય્ ખરા. લૂંટાયા ય્ ખરા.

પરંતુ હિન્દી ફિલ્મની માફક ચલ ચિત્ર પૂર્ણ થવા તરફ જાય એટલે બધું સીધું ઉતરવા માંડે.તેમ સર પાટે ચડી ગયું છે હવે. એટલે પાછું વાળી ને જોવા જેવું નથી

Related Posts