વિરોધીના પ્રહારોને સજાવી ડાયરીમાં રાખે છે,
એ મૌન રહીને સત્તાની નવી વ્યાખ્યા લખે છે.
નથી અહંકારમાં રાચવું,
એ રફતારમાં માને છે,
સિસ્ટમ સમજીને બદલવાનું
એ હુન્નર ખૂબ જાણે છે.
–“પાંધી સર”
રાજકારણમાં જ્યારે સત્તાનો નશો અને અહંકાર સામાન્ય ગણાય છે, ત્યારે થલપતિ વિજયે એક અલગ જ ચીલો ચાતર્યો છે. તાજેતરમાં તેમની ‘પેન-ડાયરી’ શૈલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિજય માત્ર બોલવામાં નહીં, પણ સાંભળવામાં માને છે. વિરોધ પક્ષોની ટીકાઓને શાંતિથી નોંધીને, તેના પર મનોમંથન કરવું એ તેમની પરિપક્વતાની નિશાની છે.
વિજયનું માનવું છે કે કોઈ પણ વ્યવસ્થામાં બદલાવ લાવતા પહેલા તેને મૂળમાંથી સમજવી જરૂરી છે. સત્તા મળ્યા પછી પણ કોઈ પણ પ્રકારના ઘમંડ વગર, તેઓ એક સામાન્ય કાર્યકરની જેમ વિગતોની નોંધ લેતા જોવા મળે છે. તેમની આ નમ્રતા જ તેમને અન્ય પરંપરાગત નેતાઓથી અલગ પાડે છે.
જ્યારે વિરોધીઓએ તેમની પાર્ટી પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો, ત્યારે વિજયે ખૂબ જ ચતુરતા અને શાંતિથી જવાબ આપતા કહ્યું કે, “આ હોર્સ ટ્રેડિંગ નથી, પણ અમારી સરકાર ઘોડાની રફતારથી કામ કરશે.” આ એક વાક્ય તેમની રાજકીય કુશળતા અને સકારાત્મક અભિગમનો પરિચય આપે છે. એક નવી રાજકીય સિસ્ટમ ઊભી કરવા તરફના તેમના આ પગલાં આગામી સમયમાં મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યા છે.
આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ વિજયને હાર્દિક શુભકામના સહ અભિનંદન પાઠવે છે.
નોન બીજેપી લેડ સરકાર ચલાવવી અને મતદારોની અપેક્ષાઓ પૂર્ણ કરવી એ વિજય માટે અગ્નિ પરીક્ષા સમાન રહેશે.આશા રાખીએ કે તે આ કસોટીમાંથી પાર ઉતરશે.
મદ્રાસ અને ગવર્નરની વાત આવે અને કૃષ્ણકુમારસિંહજી યાદ ન આવે તેવું બને? મજાની વાત એ છે કે હાલના ભાવનગરના મહારાજાનું નામ વિજયરાજસિંહજી છે.
















Recent Comments