કોઈના મુરઝાતા શ્વાસને એક નવો વળાંક દઈ જોઈએ,
આવો, રક્તનું દાન કરી માણસ હોવાની ફરજ નિભાવી જોઈએ.
–“પાંધી સર”
દર્દીઓને સમયસર અને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવા ઉમદા આશય સાથે બ્લડ સેન્ટર, કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ દ્વારા સમાજની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, યુવા મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તેમજ જનસામાન્યને સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવા માટે એક હાર્દિક અપીલ કરવામાં આવી છે.
કોઈના મુરઝાતા શ્વાસને એક નવો વળાંક દઈ જોઈએ,
આવો, રક્તનું દાન કરી માણસ હોવાની ફરજ નિભાવી જોઈએ.
રક્તદાન કેમ્પનું આયોજન શા માટે જરૂરી છે?
હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી. એક સફળ રક્તદાન કેમ્પ અનેક દર્દીઓને નવું જીવન આપી શકે છે. કેમ્પના આયોજનથી નીચે મુજબના ફાયદા અને સહયોગ મળશે: આ માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ કાર્ય છે.
જીવનદાન: થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ, અકસ્માતગ્રસ્ત તેમજ ગંભીર દર્દીઓ માટે આ રક્ત આશીર્વાદરૂપ સાબિત થાય છે.
જાગૃતિનો સંદેશ: યુવાનોમાં સેવાભાવ અને સકારાત્મક નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે.
કેમ્પના આયોજન માટે સંપૂર્ણ ટેક્નિકલ માર્ગદર્શન અને સહયોગ સરકારી બ્લડ સેન્ટર દ્વારા પૂરું પાડવામાં આવશે.
રક્તદાન અંગે મહત્વપૂર્ણ માહિતી અને લાયકાત:
બ્લડ સેન્ટરના જણાવ્યા અનુસાર રક્તદાન એ સંપૂર્ણપણે સુરક્ષિત અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. રક્તદાતા માટે નીચે મુજબના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે:
ઉંમર: ૧૮ થી ૬૫ વર્ષ
વજન: ઓછામાં ઓછું ૪૫ થી ૫૦ કિલોગ્રામ
હિમોગ્લોબિન: નિર્ધારિત માપદંડ મુજબ અને વ્યક્તિ સામાન્ય રીતે સ્વસ્થ હોવી જરૂરી છે.
સમયગાળો: કોઈપણ સ્વસ્થ વ્યક્તિ દર ૩ મહિનામાં એકવાર સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે.
કેમ્પના આયોજન અને રક્તદાન માટે સંપર્ક સૂત્ર:
જે સંસ્થાઓ પોતાના વિસ્તાર કે એકમમાં રક્તદાન કેમ્પ યોજવા ઈચ્છતી હોય અથવા જે નાગરિકો સ્વૈચ્છિક રક્તદાન કરવા માંગતા હોય, તેઓ નીચેના સરનામે સંપર્ક કરી શકે છે:
સ્થળ: બ્લડ સેન્ટર, કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ
સમય: સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૬:૦૦ સુધી
સંપર્ક નંબર: ૯૪૨૯૮ ૯૪૨૬૯
“આપનો એક કેમ્પ — અનેક દર્દીઓ માટે જીવનરક્ષક સહારો”













Recent Comments