સુરત સુદામા ટ્રસ્ટ ના શ્રી જયેશભાઈ દેસાઈ ના દિકરા ચિ પ્રિન્સ ના જન્મદિવસે અનોખી ઉજવણી મેડીકલ કોલેજ ના મૃતક માટે ૨૫૧ કફન આપી ને ઉજવાયો.
સુદામા ટ્રસ્ટ ના યુવાનો દ્વારા માનવતાવાદી વ્યસન મુક્તિ અભિયાન જન જાગૃતિ મુહિમો સાથે સુદામા ટ્રસ્ટ દ્વારા અનેરા કાર્યક્રમ નુ આયોજન કરાયું
જયેશભાઈ દેસાઈ અને રીટાબેન ના પુત્રરત્ન પ્રિન્સ ના જન્મ દરમિયાન અનેરી ઉજવણી કરી સુદામા ટ્રસ્ટ ના એડવોકેટ વિપુલભાઈ દેસાઈ એ આયોજન ને કાયમી પ્રોજેક્ટ સ્વરૂપે નક્કી કરી ને સ્મીમેર મેડિકલ કોલેજ સહારા દરવાજા પોસ્ટ મોર્ટમ માટે આવતા નામી અનામી મૃતક ના શબ ઉપર ઓઢાડવા કફન વિતરણ કરવા નું વિચારી ન પુત્રરત્ન પ્રિન્સ દેસાઈ ના જન્મ દિવસ નિમિતે ૨૫૧ કફન સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે અર્પણ કરાયા હતા પ્રસંગે દિનેશભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક રાજેશભાઈ પટેલ ગ્રીનપાર્ક ગ્રુપ ની ઉપસ્થિતિ માં અનોખી પહેલ કરી અકસ્માત કે આપઘાત ના કેસ મા શબ ઉપર ઓઢાડવા માટે કફન મૃતક ના શબ અને મોત નો મલાજો જાળવવા અને અન્ય કેસ મા મૃતક ના સગા સબંધી ને કફન ખરીદવા માટે સમય અને આર્થિક સહયોગ મળી રહે તેવો પ્રયાસ આજ થી સુદામા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ દેસાઈ દ્વારા શરૂ કરી ને આ સેવા સતત ચાલુ રાખવા સુદામા ટ્રસ્ટ ના યુવાનો સહયોગી બનશે.આ કફન અર્પણ માટે સ્મીમેર મેડિકલ કોલેજ મા સંકલન ડૉ પ્રફુલ્લભાઇ શિરોયા પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ચેરમેન ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી, હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ ઓફ સુરત, દ્રારા કરવામાં આવ્યું હતું. સ્મીમેરના આર.એમ.ઓ. રાણા ડૉ સંદીપ લાહોટી ના જણાવ્યા અનુસાર આ કાર્ય ખૂબ જ મહત્વ ની સેવા સાબિત થશે, દરરોજ સ્મીમેરના ૧૦ થી વધુ મૂતક ને તમો એ કફન માટે સહયોગી બન્યા તે બદલ સુદામા ગ્રુપ ની સેવા ને બિરદાવી હતી. આભાર માન્યો હતો.આજના યુવાનો જન્મ દિવસ ની ઊજવણી મા ખૂબ મોટો ખર્ચ કરી ને ઊજવાતા હોય ત્યારે પ્રિન્સ દેસાઈ ના પરિજનો એ સમાજ ના અન્ય લોકો ને પ્રેરક કાર્ય માનવતાવાદી કાર્ય થી ઉજવણી કરી છે



















Recent Comments