અમરેલી

આલે લે નવા ખીજડિયા સ્થાનિક નેતા ઓ મૃતકો ને કાગળ ઉપર પણ મોક્ષ આપી રહ્યા છે “હે રામ મૃતદેહ ને અવલ્લ મંઝિલે લઈ જવા ના મોક્ષરથ ના અને સ્મશાન સગડી વગર બિલ ચૂકવાયું

અમરેલી જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ અચરજ પામી જવાય એવી હદે સંકુચિત બની જતા માનવ સ્મશાન સુવિધા ઓના નાણાં પણ ઓળવી જવા અધીરા બની રહ્યા છે માનવતા ને શરમ સાર કરે તેવી ઘટના ઓ બની રહી છે અમરેલી જિલ્લા ના નાના એવા નવા ખીજડિયા ગામે સ્થાનિક અગ્રણી કરશનભાઇ કેશવભાઇ નનાણી એ તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા પંચાયત કચેરી, અમરેલી લેખિત ફરિયાદ કરી મૃતક ને અવલ્લ મંઝિલે પહોંચાડવા ના મોક્ષરથ ના નાણાં કાગળ ઉપર ચૂકવી દેવાતા રાવ નવા ખીજડીયા ગામે તાલુકા પંચાયત-૧૫ મું નાણાપંચ ગ્રાન્ટ તાલુકો કક્ષા વર્ષ-૨૦૨૨ ના મોક્ષરથનાં કામે તપાસ કરવા માંગ ફરિયાદી એ લેખિત ફરિયાદ માં જણાવ્યું છે કે અમારા નવા ખીજડીયા તા.જિ. અમરેલી ગામ તાલુકા કક્ષાના ૧૫ મા નાણાપંચનું કામ રૂા.૨,૫૦,૧૫૮/- વર્ષ-૨૦૨૧/૨૨ નું કામ તત્કાલીન સરપંચ શ્રી ગીતાબેન રમેશભાઈ માંડણકા કે જેઓના પુત્ર શ્રી નિકુંજભાઈ માંડણકા તાલુકા પંચાયત -સદસ્ય હતા. હાલ તેમના માતૃશ્રી ગીતાબેન માંડણકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે. તેના દ્વારા કરવામાં આવેલ સ્મશાનની સગડી અને મોક્ષરથ હજુ સુધી અમારા ગામે જોવા મળેલ નથી. તેમ છતાં તાલુકા પંચાયત- ટી.ડી.ઓ.શ્રી દ્વારા તા.૨૪/૦૬/૨૦૨૨ ના રૂા.૨,૫૦,૧૫૮/- નું બીલ ચુકવવામ આવેલ છે જે હાલ સુધી અમારા ગામના સ્મશાનમાં મોક્ષરથ આવેલ નથી તેમજ સ્મશાન સગડા પણ આવેલ નથી. તો આ બાબતે તાત્કાલીક તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા વિનંતી છે કરી સત્તાવાર સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ કરી છે

Related Posts