ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી
તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે
સુચના આપવામાં આવેલ હોય,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓએ અમરેલી
જિલ્લામાં પ્રોહીબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે
દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,
જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જેથી નીચે
જણાવ્યા મુજબના ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ –
ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ.
પાસા મંજુર થયેલ ઇસમઃ-
કિશન સુરેશભાઇ દવે, ઉ.વ.૩૧, રહે.લીલીયા, રામજી મંદિર પાસે, તા.લીલીયા,
જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. દશરથસિંહ
સરવૈયા, આદિત્યભાઇ બાબરીયા તથા વુ. હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ.
રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments