રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધોરાજી શાખાના સંયુક્ત ઉપક્રમે પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી એક પરિસંવાદના આયોજન દ્વારા કરવામાં આવી. આ પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે પર્યાવરણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુર ઉપસ્થિત રહ્યા હતા.
યુથ હોસ્ટેલ એસોસિએશનના રાજ્ય અગ્રણી શ્રી વિનુભાઈ ઉકાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં પર્યાવરણના મહત્વને સ્થાપિત કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની કામગીરીમાં જોડાયેલાં બી.આર ઝાલાએ કોરિયાનું ઉદાહરણ આપીને ત્યાંના વન ક્ષેત્રોના વિકાસની ગાથા રજુ કરી હતી. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું હતું કે પર્યાવરણની પ્રવૃત્તિઓ બે આધાર સ્તંભો સાથે આગળ વધતી રહી છે, એક સંવર્ધન અને બીજું સર્જન. આપણે ત્યાં સર્જન ઉપર જે ભાર મુકાય છે તેટલો સંવર્ધન ઉપર નથી! વિકાસની એક મર્યાદાને સ્વીકારીને પર્યાવરણને બચાવવા તરફ ગંભીરતા કેળવવી પડશે. ભગવાન શ્રી કૃષ્ણ એ પર્યાવરણ જળ, જમીન, જંગલ વગેરે સાથે જોડાયેલા પ્રકૃતિ દેવતા છે.તેથી પર્યાવરણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૌ કોઈ કૃષ્ણ ભક્ત છે અને તે પ્રવૃત્તિ કૃષ્ણ ભક્તિ છે.
કાર્યક્રમનું સંચાલન શ્રી ત્રિવેદીભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગીય વન અધિકારી સુશ્રી પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પાયલબેન ધોળકિયા શ્રી જયંતીભાઈ કાવાણી અને નગરપાલિકાના ચેરમેન શ્રી આંટાળા વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

















Recent Comments