અમરેલી

લાઠી તાલુકાના વિવિધ ગામોમાં ૧૨ થી ૨૦ જૂન વચ્ચે જનકલ્યાણ શિબિરો યોજાશે

અમરેલી તા.૧૦ જૂન, ૨૦૨૬ (બુધવાર) – કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાનને ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લામાં અનેકવિધ જનક્લ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે તેવા હેતુથી જનકલ્યાણ શિબિરો યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાગરિકો માટે વિવિધ સ્થળોએ તા. ૧૨-૨૦ જૂન દરમિયાન આ શિબિરો યોજાશે. 

આ શિબિરોમાં લાઠી તાલુકાના હિરાણા ખાતે તા. ૧૨.૦૬.૨૦૨૬ના રોજ હિરાણા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦.૦૦ કલાકથી આ શિબિર યોજાશે. આ શિબિરમાં ચાવંડ, હિરાણા, કરકોલીયા, ભુરખીયા, રામપર, મેથળી, પીપળવા, નારણગઢ, અડતાળા, પુંજાપર, શેખપીપરીયા, નાના રાજકોટ, વીરપુર, દેરડી જાનબાઈના નાગરિકો ભાગ લઈ શકશે.

કેરાળા મુકામે તા. ૧૬.૦૬.૨૦૨૬ના રોજ કેરાળા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦.૦૦ કલાકથી યોજાનારી શિબિરમાં મતિરાળા, દુધાળાબાઈ, અકાળા, ભીંગરાડ, પ્રતાપગઢ, આસોદર, લુવારીયા, કૃષ્ણગઢ, છભાડીયા, હાવતડ, ઈંગોરાળા, જરખીયા, ટોડા, કેરીયા, કેરાળા, માલવીયા પીપરીયા, દુધાળા લાઠી, અલી ઉદેપુરના નાગરિકો ભાગ લઈ શકશે.

ઠાંસા ખાતે તા. ૧૯.૦૬.૨૦૨૬ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી ઠાંસા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર શિબિરમાં આંબરડી, ઘામેલ, ભાલવાવ, હજીરાધાર, કાંચરડી, ધ્રુફણીયા, દહીંથરા, મેમદા, શાખપુર, પાડરશીંગા, ઠાંસા, ભટવદર, રાભડા, સુવાગઢ, મુળિયાપાટ, નારાયણનગરના નાગરિકો ભાગ લઈ શકશે.

આ શિબિરમા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લાઠી તાલુકાના નાગરિકોને મામલતદારશ્રી લાઠીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts