દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત અને સફળ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે
સાવરકુંડલા શહેરમાં ધારાસભ્યશ્રીએ મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિમાં વિવિધ જનસંપર્ક અને ધાર્મિક કાર્યક્રમોનું
ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ અવસરે સાવરકુંડલા નવી શાકમાર્કેટ ખાતે નાના વેપારીઓ, શાકભાજી ફેરીયાઓ અને શ્રમિક વર્ગના લોકો સાથે
મુલાકાત કરી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વેપારીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં
આવી હતી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, મહિલા
સશક્તિકરણ, ખેડૂતોના ઉત્થાન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું
જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેપારીઓ અને નાગરિકોને આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી
બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શહેરના પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
મહાઆરતી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા
પ્રધાનમંત્રી બન્યા હોવાના ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને
દેશસેવાના વધુ લાંબા કાર્યકાળ માટે ભગવાન મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ નેતૃત્વને દેશના વિકાસ
અને જનકલ્યાણ માટે ઐતિહાસિક ગણાવ્યું હતું અને આગામી સમયમાં પણ ભારત વિશ્વગુરુ બનવાના માર્ગે વધુ ગતિથી
આગળ વધે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ
શ્રીમતી નયનાબેન કાપડિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ,
ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments