રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૨૦૦ RMSA કોમ્પોઝિટ શાળાઓ શરૂ કરવા અને મકાનોના બાંધકામ માટે રૂ.૧૨૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ અમરેલી જિલ્લાની કુલ ૧૧ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં માંડલ પ્રાથમિક શાળા, રાજુલા, પીપાવાવ પ્રાથમિક શાળા, રાજુલા, દલખાણીયા પ્રાથમિક શાળા, ધારી દેવલા પે સેન્ટર પ્રાથમિક શાળા, ધારી, આંબરડી પ્રાથમિક શાળા-ધારી, જાત્રોડા પ્રાથમિક શાળા-લીલીયા, કુંતાણા પ્રાથમિક શાળા-લીલીયા, ધજડી પ્રાથમિક શાળા-સાવરકુંડલા, કડીયાળી પ્રાથમિક શાળા-રાજુલા, મોરંગી પ્રાથમિક શાળા, રાજુલા તથા રાજુલા કન્યા શાળા. આ યોજના અંતર્ગત જે ગામોમાં ૦૩ કિ.મી.ની અંદર સરકારી અથવા ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક શાળા ઉપલબ્ધ નથી, તેવી પ્રાથમિક શાળાઓને RMSA કોમ્પોઝિટ શાળા તરીકે વિકસાવવા માટે નવા શૈક્ષણિક મકાનોનું નિર્માણ કરવામાં આવશે.
આ નવી સુવિધાઓથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ સુધીના શિક્ષણ માટે વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે અને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments