અમરેલી

લીલીયા તથા લાઠી પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતા ફરતાલીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૨/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ સુધી
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્‍યાન
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લીલીયા પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૩૫૨૫૦૩૬૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ),
૩૩૧(૪) મુજબ તથા લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૬૦૦૨૫/૨૦૨૬,

ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૦૫(ડી), ૩૩૧(૪) મુજબ ના ગુનામાં
નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
વિનોદ ઉર્ફે નાનકો સરદારભાઇ બામણીયા, ઉ.વ.૨૭, રહે. બહેડીયા, માલફળીયુ,
તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા
એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. અશોકભાઇ કલસરીયા, રાહુલભાઇ
ઢાપા, તુષારભાઇ પાંચાણી, કિશનભાઇ આસોદરીયા, ગીરીરાજસિંહ જાડેજા,
મહેશભાઇ મુંધવા તથા પો. કોન્સ. જયરાજસિંહ બારડ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts