અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ આઈ.ટી.આઈ નવા થિયરી વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત

રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સકાયદો અને ન્યાયવૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજે અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ મુકામે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે ૮ નવા થિયરી વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે રૂ. ૧.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નવા વર્ગખંડો કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સવલત પૂરું પાડશે અને વિદ્યાર્થીઓને વધુ આધુનિક તથા સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે.

કુંકાવાવની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બનનારા નવા થિયરી વર્ગખંડો દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પૂરતી બેઠક વ્યવસ્થાગુણવત્તાસભર શૈક્ષણિક માહોલ અને વિવિધ વ્યવસાયલક્ષી વિષયોના અભ્યાસ માટે વધુ સગવડતા મળશે. વર્ગખંડોની વધતી સુવિધાના કારણે ભવિષ્યમાં નવા ટ્રેડ તથા વધારાના પ્રવેશ માટે પણ માર્ગ મોકળો બનશે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેનવા થિયરી વર્ગખંડોના નિર્માણથી તાલીમાર્થીઓને આધુનિક કૌશલ્ય શિક્ષણની શૈક્ષણિક સુવિધાઓનો લાભ મળશેશિક્ષણની ગુણવત્તામાં વધારો થશે. રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અને જિલ્લામાં કુંકાવાવ-વડિયા તાલુકો હરણફાળ ભરી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને  નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અમરેલી જિલ્લા માટે અનેકવિધ વિકાસકાર્યો મંજૂર કરી રહ્યા છે. આજે વિસ્તારના યુવાનો માટે કૌશલ્ય શિક્ષણના પાયા સમાન આ સંસ્થાની જરૂરિયાત મુજબની કામગીરીનો શુભારંભ થયો છે.

તેમણે ઉમેર્યું કેગ્રામ્ય ઉત્થાન અને ખેડૂતોના મુદ્દે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. કુંકાવાવ પંથકની સૌની યોજનાની પાણીની માગ આગામી દિવસોમાં પૂર્ણ થવાની છે. ટૂંક સમયમાં આ કામગીરીનું લોકાર્પણ કરવાની પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ દર્શાવી હતી. આ ઉપરાંત આઇ.ટી.આઈની તાલીમથી મોટી સંખ્યામાં યુવાનો પગભર થઈ રહ્યા હોવાથી મંત્રીશ્રી આઇ.ટી.આઈના પ્રિન્સીપાલશ્રી તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષણક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે ઉમેર્યું હતું કેવર્ષો પહેલા જ્યારે એક વર્ગખંડમાં ૫-૭ જેટલા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા તેવી અગવડ હતી. રાજ્ય સરકારના શિક્ષણક્ષેત્રે આધુનિક સુવિધાઓ આપવાના અભિગમના લીધે આજે કુંકાવાવ તાલુકામાં ૦૪ શાળાના નવા મકાન તૈયાર થયા છે. વિદ્યાર્થીઓને સારી સગવડ મળે તો શિક્ષણ પ્રત્યે તેમનો અભિગમ બદલાતો હોવાનું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી કમલેશભાઈશ્રીઆશિષભાઈ અકબરીતાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિપૂલભાઈ પાચાણીતાલુકા પંચાયતના સભ્યોએ.પી.એમ.સી કુંકાવાવના ચેરમેનશ્રી અંટાળામામલતદારશ્રી વડિયાજિલ્લા વિકાસ અધિકારીશ્રી કુંકાવાવઔદ્યોગિક તાલીમ સંસ્થાકુંકાવાવના આચાર્યશ્રી ચૌધરીઅગ્રણી શ્રી યોગેશભાઈ લાખાણીશ્રી સંજયભાઈસરપંચશ્રી સંજયભાઈ લાખાણી,અગ્રણી સર્વશ્રીશૈલેષભાઈશ્રી દલસુખભાઈશ્રી મનોજભાઈ હપાણીશ્રી જગદીશભાઈ પોકળશિક્ષકો અને વિદ્યાર્થીઓકુંકાવાવના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts