આ એક પ્રકારનો ખુલ્લેઆમ વ્યભિચાર છે તેમ કહી શકો. પણ તેને હવે રોકવું સંભવ નથી તેના કેટલાંક ઠોસ કારણો છે.
*મૂલ્યો નહીં મોજ*
આપણે ત્યાં સહજીવનને મૂલ્યો અને સમર્પણ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ પ્રકારનું દાંપત્ય કે સ્ત્રીત્વ તેના ચરિત્ર સાથે જોડાયેલું છે. ચરિત્રને આપણે સમગ્ર જીવન સાથે જોડીએ છીએ. પરંતુ તેનું પહેલું પગથિયું એ સંયમપૂર્ણ અને સમર્પિત એવો ભોગ છે.પણ હવે પાશ્ર્યાત અસરોએ સૌના જીવન પર એટલી અસર કરી છે કે ત્યાં દેખાતા દુષણોને આપણે સુધારો સમજીને સ્વીકારી રહ્યા છીએ.એટલે સૌથી પહેલા અપર વર્ગના લોકોમાં દૂષણ દાખલ થાય છે અને પછી ધીમે ધીમે અન્ય કક્ષા સુધી તે પહોંચતું હોય છે.એક એ વાત પણ નોંધવી છે કે આવી પ્રવૃત્તિમા જોડાનારા જાતિય જીવનમાં બદલાવ ઈચ્છતા હોય છે તથા તે વધું પડતા ભોગવાદી હોય છે.જાતિય જીવનમાં રોચકતાને આવકારવા તેઓ આ વિષચક્રમાં હોમાય છે.દ્રૌપદીના ચિરહરણનો પ્રસંગ નારીના ચરિત્ર પર હાથ અડાડવાની ગુસ્તાખી એ કેવું મોટું મહાભારત સર્જી શકે છે,તે બતાવે છે!!! પરંતુ ત્યાં શુદ્ધતા અને ખુમારીને માટે બેજીજક એક દબદબો છે.આજે હવે કોઈને મૂલ્યો દેખાતા નથી.ધર્મથી આવતી સાંસ્કૃતિક સભ્યતા અને સંસ્કારો ધરબાઈ ગયાં છે.તેની જગ્યાએ આજની ‘પળ મંગળ’એ વિચાર પ્રાધાન્ય બનતો ચાલ્યો છે. તેથી દરેક પોત પોતાના વિચારો- મંતવ્યોના રાજા બન્યા છે.
*દોડતું જીવન અને જીવનશૈલી*
ઈન્ટરનેટમા ફાઈવ જી નું અવતરણ અને તેનાથી પણ વધારે ગતિમાન સૌ કોઈનું જીવન.સ્ત્રીઓને મળનારી વિશેષ સ્વતંત્રતા અને તેમાંથી ઊભી થતી સ્વતંછંદતા પણ આ વિષય માટે કારણભૂત છે.મર્યાદાની સીમારેખાઓ ઓળંગાઈ ગઈ છે.ક્ષમતાથી પણ વધુ ભૌતિક સાધનો અને ભવ્યતાની અપેક્ષાઓ દરેક માણસને દોડવા મજબૂર કરે છે.તેનાથી માનસિક તનાવ એક હદ સુધી વધતો ચાલ્યો છે કે જ્યાં કોઈ અલ્પવિરામ ચિહ્ન નથી પરંતુ પૂર્ણ વિરામ છે.તેથી કદાચ સૌ કોઈએ બધું જ સ્વીકારી લેવાની તૈયારીઓ હંમેશા બતાવી છે. *સંતોષ એ સુખ* નો મંત્ર હવે ગાયબ છે તેની જગ્યાએ ‘ખાવો,પીવો, આદર્શો ફેંકો ખાડમા અને મોજ કરો’નો મંત્ર છવાઈ ગયો છે.
*ભાવના નહીં ભોગ*
સમાજ જીવનનો એક મહત્વનો આધાર સ્તંભ સંયુક્ત જીવન હતું પરંતુ હવે તેને ડુચ્ચો વાળીને ફેંકી દઈ, આપણે વિભક્ત જીવન તરફ વિચર્યા છીએ. બધાં સ્વતંત્ર રીતે કોઈપણ મર્યાદા વગર જીવી રહ્યા છે. ઘરમાં વડીલો અને મોટેરાઓની હાજરી મર્યાદા શીખવતી હતી પરંતુ હવે તે નથી. તેથી એકબીજા વચ્ચેની ભાવનાઓ પણ લુપ્ત થઈ છે. પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો પણ ક્યાંક પશુતા દેખાઈ રહી છે કે જ્યાં આદર્શ નથી પણ ભોગનું પ્રભુત્વ વધ્યું છે. આપણી વૈદિક સનાતન પરંપરા મુજબ લગ્ન એક સંસ્કારની રીતે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવામાં આવે છે. પતિ- પત્ની બંને આ પ્રતિબદ્ધતાના સોગંદ લે છે પરંતુ હવે તેને પણ ડસ્ટબિનમાં નાંખનારા દેખાઈ રહ્યા છે.આવતા દિવસોમાં તેની માત્રા અગણિત રીતે વધવાની છે.એકબીજા વચ્ચેની સામ્યતા અને સાયુજ્યનું સંકલન તૂટી રહ્યું છે. પુત્રો- પુત્રીઓને જો સંસ્કાર યુક્ત જીવન આપવું હોય તો તમારે તેને ધર્મના પાયાઓ સાથે અને ધાર્મિક ગ્રંથો સાથે જોડવા પડશે. ભગવત ગીતાના પહેલા અધ્યાયમાં કહેવાયું છે કે
“અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ।સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ”
અર્થાત અર્જુન કહે છે”હે કૃષ્ણ! અધર્મનું પ્રભુત્વ વધવાથી કુલની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય! સ્ત્રીઓ દૂષિત થતાં વર્ણસંકર સંતાનો ઉત્પન્ન થાય છે.આ રીતે જ આ વ્યભિચાર તે જ દિશાનું પગલું ગણી શકાય.
*સંમતિથી થયેલું સેક્સ ગુનો નથી*
આજે હવે માત્ર પાર્ટનર સ્વેપિંગ નહીં, પરંતુ હની ટ્રેપના અનેક ગુનાઓ રોજ છાપામા દેખાઈ રહ્યાં છે.શીલ માટે સમરાંગણ કરનારી પ્રજા હવે તેને સરેઆમ સોશિયલ મીડિયા ઉપર નિલામ કરી રહી છે. પોતાની પત્નીને પૈસા માટે અન્ય સાથે જવા અને તેની સાથે ફોટો પાડવા ઝાળ ગોઠવે તે બતાવે છે કે અહીં હવે પૈસાની પ્રધાનતા છે આબરૂની અમારા માટે કોડીની પણ કિંમત નથી!! કોઈપણ વ્યક્તિ સાથે એકમેકની સંમતિથી થયેલું સેક્સ ગુનાહિત વ્યાખ્યામાં આવી શકે નહીં !પરંતુ કદાચ રખે ને તેને પકડી પાડવામાં આવે તો સંભવ છે કે તેને વ્યભિચાર નામનો ગુનો ગણી શકાય.તે માટે આવું જાહેર થવું ખૂબ અઘરું છે.
પશ્ચિમી સંસ્કૃતિ એટલે હદ સુધી સ્વતંત્રતા સાથે જોડાઈ ગઈ છે કે તેમાં હવે સંતાનો પણ આડશ બનીને ઉભા હોય તેવું વિચારનારા પણ હવે મળશે! આપણે એક હદથી વધારે સુધરવું નથી તે નક્કી કરવું પડશે! બગડવાની સીમારેખા નથી પરંતુ વર્તનનો અને વ્યવહારનો એક લીટો જરૂરી છે.

















Recent Comments