ભાવનગર

જમીન દફતર ખાતાની તમામ કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: હવે સ્થાનિક કચેરીએ જ પ્રશ્નોનો ઝડપી નિકાલ થશે

જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાએ જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓની કામગીરી
તાલુકા કક્ષાએ લઈ જવાથી વહીવટી તંત્ર સુદ્રઢ અને મજબૂત બને તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તથા
તાલુકા કક્ષાએ ઉદભવતા પ્રશ્નોનું આયોજનબધ્ધ ઝડપથી નિરાકરણ થાય તથા પ્રજાને કામગીરી માટે જિલ્લા કક્ષાએ
જવાના બદલે તેઓના રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ ત્વરિત સેવા મળી શકે તે હેતુથી જિલ્લા નિરીક્ષક જમીન
દફતર, વર્ગ-૨ (District Inspector of Land Records) સંવર્ગ અને તે સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓનું તાલુકા કક્ષાએ
વિકેન્દ્રીકરણ કરીને જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (Inspector of Land Records) સંવર્ગ કાર્યરત કરવામાં આવેલ છે.
હવેથી જમીન દફતર ખાતાની રી-સરવે સુધારાને લગતી કામગીરી, જમીન માપણીને લગતી તમામ
કામગીરી, હક્કચોકસી, પ્રોપર્ટીકાર્ડ મેળવવા, પ્રોપર્ટીકાર્ડમાં ફેરફાર નોંધને લગતી તમામ કામગીરી, સ્વામિત્વ
યોજનાને લગતી કામગીરી, એકત્રીકરણ યોજનાને લગતી કામગીરી વગેરે જે-તે તાલુકાની જમીન દફતર નિરીક્ષક,
વર્ગ-૨ (Inspector of Land Records) ની કચેરીએથી કરવામાં આવશે. જે માટે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર
નિયામકશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરના હુકમ ક્રમાંક: DILR/AD-1/તાલુકા/વર્ગ-૨ કચેરી/૨૦૨૬,
તા.૧૨/૦૬/૨૦૨૬ થી જમીન દફતર /નરીક્ષક, વર્ગ-૨ (Inspector of Land Records) ના કચેરીના વડા અને કચેરીનું
સ્થળ નિયત કરવામાં આવેલ છે.
જેમા ભાવનગર (ગ્રામ્ય) ની કચેરી નોંધણી અને સીટી સર્વે ભવન, બીજો માળ, ગવર્મેન્ટ ઈજનેરી કોલેજની
સામે, વિદ્યાનગર, ભાવનગર (પીન-૩૬૪૦૦૧) ખાતે, ભાવનગર (પુર્વ) અને ભાવનગર (પશ્ચિમ) બંને વિસ્તારોની
કચેરીઓ ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન, ભાવનગર (પીન-૩૬૪૦૦૧) ખાતેથી કાર્યરત કરવામાં આવેલ છે.
તાલુકા કક્ષાની કચેરીઓમાં મહુવા ખાતે પ્રથમ માળ, તાલુકા સેવા સદન, મહુવા (પીન-૩૬૪૨૯૦),
વલ્લભીપુર ખાતે પ્રથમ માળ, તાલુકા સેવા સદન, વલ્લભીપુર (પીન-૩૬૪૩૧૦) ખાતે, શિહોર ખાતે સીટી સર્વે

સુપ્રિન્ટેન્ડન્ટ શિહોરની કચેરી, દાદાની વાવની બાજુમાં, શિહોર (પીન-૩૬૪૨૪૦), ઉમરાળા ખાતે પ્રથમ માળ, તાલુકા
સેવા સદન, ઉમરાળા (પીન-૩૬૪૩૩૦), ગારીયાધાર ખાતે બીજા માળ, તાલુકા સેવા સદન, ગારીયાધાર (પીન-
૩૬૪૫૦૫), ઘોઘા ખાતે સીટી સર્વે કચેરી, ઘોઘા (પીન-૩૬૪૧૧૦), જેસર ખાતે તાલુકા સેવા સદન, જેસર (પીન-
૩૬૪૫૧૦), તળાજા ખાતે તાલુકા સેવા સદન, તળાજા (પીન-૩૬૪૧૪૦) અને પાલીતાણામાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ
પાલીતાણાની કચેરી, છેલ્લા ચકલા, તળેટી રોડ, પાલીતાણા (પીન-૩૬૪૨૭૦) ખાતે કાર્યરત બની છે.
હવેથી જમીન દફતર ખાતાની રી-સરવે સુધારાને લગતી કામગીરી, જમીન માપણીને લગતી તમામ
કામગીરી, હક્કચોકસી, પ્રોપર્ટીકાર્ડ મેળવવા, પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર નોંધને લગતી તમામ કામગીરી, સ્વામિત્વ
યોજનાને લગતી કામગીરી, એકત્રીકરણ યોજનાને લગતી કામગીરી સહિતની તમામ પ્રકારની કામગીરી માટે
અરજદારશ્રીઓએ ઉપરોક્ત જણાવેલ સ્થળે રજુઆત કરવાની રહેશે તેમ નાયબ નિયામક, જમીન દફતર ભાવનગર
વિભાગ, ભાવનગર ની યાદીમાં જણાવાયું છે.

Related Posts