દામનગર ના આંસોદર માં યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ મહોત્ત્સવ તા.૨૪ જૂન ના રોજ શ્રી આંસોદર પ્રાથમિક શાળા અને વાવડીયા કે.વી.વિદ્યામંદિર ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્ત્સવ અને શાળા પ્રવેશોત્ત્સવ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી.મુખ્ય મહેમાન રૂટ અધિકારી એસ.એમ.ઝાલા તાલુકા વિકાસ અધિકારી લાઠી,લાયઝન અધિકારી યજ્ઞેશભાઈ પારેખ બી.આર.સી.ભવન લાઠીથી પધારેલ. જેમાં પધારેલ મહાનુંભાવો અને આમંત્રિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં વિશેષ સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. છાત્રોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ વધે,ભારતીય જ્ઞાન પરંપરા,સંસ્કૃતિ અને દેવભાષા સંસ્કૃત ના પ્રચાર પ્રસાર માટે અનોખી પહેલ કરવામાં આવી.ભારતીય સંસ્કૃતિ અને દેવભાષા સંસ્કૃતના સંવર્ધન માટે સંસ્કૃત કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું.સંસ્કૃત ભાષા વેદો,ઉપનિષદો, પુરાણો,શાસ્ત્રો,આયુર્વેદ,યોગ અને દર્શન શાસ્ત્ર જેવી અમૂલ્ય જ્ઞાન પરંપરાની આધારશિલા માનવામાં આવે છે.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ શાળા પરીવાર ના સહિયારા પ્રયાસ થી આ કક્ષ તૈયાર કરવામાં આવેલ.શાળા પરીવાર ,પધારેલ મહેમાનો અને ગ્રામજનોએ વર્તમાન રાજ્ય સરકારશ્રી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પરીવાર નો આભાર વ્યક્ત કરેલ કે આ શાળાને પસંદ કરી 50000 રૂપિયાની રકમથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કક્ષથી ભવિષ્ય માં સંસ્કૃત ના પ્રચાર પ્રસારનું પ્રેરણાદાયી કેન્દ્ર બનશે.
બીજો કાર્યક્રમ એટલે આ પ્રાથમિક શાળાને LBDIL લર્નિગ બાય ડૂઈંગ સાયન્સ લેબ માટે અંદાજિત સાતેક લાખની માતબર રકમના વિજ્ઞાન લેબ માટે સાધનો ફાળવેલ. જે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ વધે સ્વાનુભવથી શીખતા થાય પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે અને વિજ્ઞાન વિષય સરળતાથી શીખે એ હેતુથી ગુજરાત રાજ્ય સરકારશ્રી અને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આજના શાળા પ્રવેશોત્ત્સવ અને કન્યા કેળવણી મહોત્ત્સવ માં પધારેલ માનવંતા મહેમાનોને સ્વાગત પુષ્પ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ.દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો દોર આગળ ચલાવતા આંગણવાડીનાં ભૂલકાઓને પ્રવેશઆપી સન્માનિત કરેલ.ત્યારબાદ બાલ વાટીકા,ધોરણ એક,ધોરણ 9 ના બાળકોને પ્રવેશઆપી પધારેલ મહેમાનશ્રી એસ.એમ. ઝાલા અને યજ્ઞેશભાઈ પારેખ તથા દાતાશ્રી રાવતભાઈ ગરણીયા,ગોરખભાઈ ડેર અને ગ્રામ જનોના વરદહસ્તે ધોરણ ને અનુરૂપ કીટ આપી સ્વાગત કરેલ.ધોરણ 3 થી 10 માં 100% હાજરી,વિશિષ્ટ સિદ્ધિ,સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં મેરીટમાં આવેલ બાળકોને પણ ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરેલ.મહેમાનશ્રીના હસ્તે દાતાશ્રીનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરેલ.પ્રસંગોચિત ઉદ્બોધન આપી સરકાર શ્રીની શિક્ષણ વિભાગ ની વિવિધ યોજનાઓ થી સૌને વાકેફ કરાયા એસ.એમ.સી.સભ્યો અને વાલીગણ સાથે પણ બેઠક કરેલ. પ્રાથમિક શાળાના શિક્ષક તુષારભાઈ જાનીનો સાલ મોમેન્ટ આપી નિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજેલ.વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે બાળકોને ગોળધાણા,પતાસા, ચોકલેટ આપી મો મીઠા કરી સૌ છૂટા પડ્યા.


















Recent Comments