અમરેલી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સંસ્થાપક-સંરક્ષક પ.પૂ.ગુરુદેવ પં.શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસ તથા સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુરહિલ,ફોર્ટ,જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ, કોહિનૂરના સંયુક્ત ઉપક્રમે”ગાયત્રીજયંતિ-ગંગાદશેરા-ગંંગા પૂજન તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સંસ્થાપક-સંરક્ષક પ.પૂ.ગુરુદેવ પં.શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસ તથા સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ તારીખ:- ૨૪/૦૬/૨૬,બુધવાર બપોરે ૩-૦૦ કલાકથી સ્થળ:જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ, અંકુર,નારણપુરા,અમદાવાદ ખાતે આયોજન કરેેલ. માનનીય ડિમ્પલ શાહ, ટ્રસ્ટી શ્રી જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમના સુપુત્ર ઋતુલનો જન્મદિન ઉજવવામાં આવ્યો ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક ગાયત્રી મંત્રો-મહામૃત્યુંજ્યના મંત્રોચ્ચાર અને પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી ઉપસ્થિતોએ આશીર્વાદ પ્રદાન કર્યા આ પ્રસંગે સર્વ વડીલો તથા ઉપસ્થિત સૌને આઇસ્ક્રીમ પીરસવામાં આવ્યો,ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચાર દ્વારા અને સર્વ વડીલો તથા હાજર સૌને પૂજન અર્ચન પૂર્વક કરેલ ગંગાજળની બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવી જીવન સંધ્યાશ્રમના વડીલો,ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો,લાયન વિનોદ પટેલ સેક્રેટરી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ,લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રીક ઓફિસર લાયન ગિરીશ પટેલ તથા ખૂબ જ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો  હાજર રહ્યા હતા

Related Posts