સાવરકુંડલાના જનતા બાગ વિસ્તારમાં GUDC દ્વારા સેફ્ટીના નિયમો નેવે મૂકીને કરવામાં આવતી ગટર લાઇનની કામગીરી દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે. જેસીબી (JCB) મશીનની ટક્કર વાગતા ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઇન મોટા અવાજ સાથે ફાટી ગઈ હતી. ગેસ લીકેજ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુરક્ષાના કોઈ પણ માપદંડો જાળવ્યા વગર બેજવાબદાર રીતે કામ ચાલી રહ્યું હતું. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે આગ લાગવાની ઘટના ન ઘટી, જેથી મોટી જાનહાનિ ટળી છે. તંત્રની આ ઘોર બેદરકારી અને ગંભીર ક્ષતિ છતાં પણ અધિકારીઓ મૌન સેવી રહ્યા હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.


















Recent Comments