ભાવનગર

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા. ૦૬/૦૭/૨૦૨૬ ના સાંજે પાંચ કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી
ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.

છેલ્લા થોડા દિવસથી અમરેલી તથા ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના
ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. ૬ જુલાઈના રોજ સાંજે સાંજે ૫.૪૫
વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.
શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ,
માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા,
તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

Related Posts