સુરત ગારીયાધાર તાલુકા માંડવી ગામની દિકરીઓનું “હેત નો હોંકારો” ત્રીજી સ્નેહમિલન યોજાયું. ભાવનગર જીલ્લાના માંડવી ગામની સાસરે ગયેલ દિકરીઓનું ત્રીજુ સ્નેહમિલન યોજાયું હતું. જેમા ૨૦ વર્ષથી લઇને ૮૦ વર્ષ સુધીની માંડવી ગામની દિકરીઓ એકત્ર થઇ હતી. સમાજ સેવક યશ ચાંદપરા એ જણાવ્યું હતું કે “હેત નો હોંકારો” કાર્યક્રમના માધ્યમથી એકત્ર થયેલ દિકરીઓ ને વલ્લભદાદા તરફથી એક નાની એવી શીખામણ “દિકરીને એક વૃક્ષ પિયર તરફ થી,દિકરી પિયરને યાદ કરીને રોજ આ વૃક્ષ નું જતન કરજે.”માંડવી ગામની દિકરીઓનું “હેત નો હોંકારો” ત્રીજુ સ્નેહમિલન યોજાયું તેમા વલ્લભદાદા ચાંદપરા પરિવાર તરફથી ૬૦૦ દિકરીઓને એક છોડ તેમજ એક કુડું આશીર્વાદ રૂપી આપેલ છે. જે છોડ કાયમ મેયર ની સ્મૃતિ કરશે
એક છોડ પિયર તરફ થી અર્પણ માંડવી ગામની દિકરીઓનું “હેત નો હોંકારો” ત્રીજી સ્નેહમિલન યોજાયું.




















Recent Comments