શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ દ્વારા સાવરકુંડલા શહેરમાં સૌપ્રથમ વખત રથયાત્રાનું સુંદર આયોજન થયું. જેમાં સૌપ્રથમ શ્રી જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના તેમજ આરતી સંસ્થાન કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત દાસજી સ્વામી એ તથા ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ તેમજ ભાજપ અગ્રણી શ્રી જીવનભાઈ વેકરીયા તથા હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવી સાથે સાથે સુંદર નૃત્ય તથા ભજન નું સુંદર આયોજન આચાર્ય શ્રી કૌશિકભાઇ ગોસ્વામી દ્વારા રજૂ થયું. ત્યારબાદ દિવ્ય રથયાત્રા જેસર રોડ મુખ્ય માર્ગ પર પ્રસ્થાન કરી ગરીબ લોકોના આવાસ સુધી પહોંચી ત્યાં તેમને વસ્ત્રદાન તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી તેમજ સમર્પણ ગૌશાળામાં ગાય માતાને ઘાસચારો આપી વિદ્યાર્થીઓને અલૌકિક લાભ લીધો ખાસ આ રથયાત્રામાં શિક્ષણ કીટ માટે શાળા નંબર 6 ના આચાર્ય શ્રી રસિકભાઈ ધડુક તેમજ વસ્ત્રદાન માટે રાજસ્થાન કટપીસ સેન્ટર ના પોપટ પરિવાર તરફથી યોગદાન મળ્યું તેમજ ગાય માતાના ઘાસચારા માટે શ્રી યોગેશભાઈ લશ્કરી અને વિશાલભાઈ કાબરીયા એ સહયોગ આપ્યો હતો. ભગવાન જગન્નાથ ની આ રથયાત્રાની લોકો એ ઠંડા પાણીની બોટલ તેમજ શરબત બિસ્કીટ ચોકલેટ વગેરે આપી બાળકોને તેમજ ભગવાન જગન્નાથને વધાવ્યા હતા લોકોમાં અનેરો ઉત્સાહ અને આકર્ષણ બાળ જગન્નાથ એવા શાળાના વિદ્યાર્થી વિરુ એ આકર્ષણ જન્મ્યું હતું. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલા માં સૌ પ્રથમ વખત શ્રી જગન્નાથ રથયાત્રા

















Recent Comments