અમરેલી

ખાંભા પો.સ્ટે. ના નાની ધારી ગામે થયેલ હત્યાના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર
આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબ નાઓએ ખાંભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનનો ગંભીર ગુનો કરી, ફરાર
થયેલ આરોપીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ટીમને સુચના આપેલ હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
તથા એલ.સી.બી. ટીમ દ્રારા ખાંભા પો.સ્ટે. ના ખુનના ગંભીર ગુનો કરી ફરાર થયેલ
આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીના દિવસોમાં પકડી
પાડી, આગળની કાર્યવાહી થવા ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
 ગુનાની વિગતઃ-
ગઇ તા.૧૫/૦૭/૨૦૨૬ નાં જયરાજભાઇ ઉર્ફે લાલાભાઇ ગોદડભાઇ
ધાખડા, રહે.નાની ધારી, તા.ખાંભા, જિ.અમરેલી વાળા પોતાની મોટર સાયકલ પાછળ
શકિતરાજભાઇ અમરૂભાઇ વાળાને બેસાડીને નાની ધારી ગામ તરફ જતા હોય, તે
દરમિયાન મયુરભાઇ વલકુભાઇ વરૂ, રહે.કંથારીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી તથા
અજાણ્યા ત્રણ ઇસમો સ્વિફત ફોર વ્હીલ લઇને આવી, અંગત મનદુઃખ રાખી આ
જયરાજભાઇની મોટર સાયકલ સાથે સ્વિફટ ફોર વ્હીલ ભટકાડી, બન્નેને મોટર સાયકલ
ઉપરથી પછાડી દઇ, ફોર વ્હીલ કારમાંથી આ મયુરભાઇ તથા અજાણ્યા માણસો નીચે
ઉતરી જયરાજભાઇને તલવાર, કુહાડી, લોખંડના પાઇવ વડે માર મારી, ગંભીર ઇજાઓ

કરી, આ જયરાજભાઇનું મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે અંગે ગૌતમભાઇ ધીરૂભાઇ
વાળા, રહે.નાની ધારી, તા.ખાંભા, જિ.અમરેલી વાળાએ જાહેર કરતા આરોપીઓ મયુરભાઇ
વલકુભાઇ વરૂ રહે.કંથારીયા તા.જાફરાબાદ જિ.અમરેલી તથા અજાણ્યા ત્રણ ઇસમો
વિરૂધ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૬૦૨૯૨/૨૦૨૬
ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪ તથા
જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) મયુરભાઇ વલકુભાઇ વરૂ,ઉ.વ.૨૪, રહે.કંથારીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) ચાપરાજભાઇ દિલુભાઇ વાળા, ઉ.વ.૩૭, રહે.ડુંગરી ઇંગોરાળા, તા.ધારી, જિ.અમરેલી.
(૩) સુરેશભાઇ મધુભાઇ વરુ, ઉ.વ.૩૪, રહે.બાલાની વાવ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૪) ઉમેશભાઇ કથુભાઇ વરૂ, ઉ.વ.૨૩, રહે.ચોત્રા, તા.રાજુલા, જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા,
જનકભાઇ હીમાસીયા તથા પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, યુવરાજસિંહ વાળા,
ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts