અમરેલી

અમરેલી તાલુકામાં ટ્રાઈકોડર્મા પાવડરનું ૫૦ ટકા સહાયથી વિતરણ શરૂ

અમરેલી તાલુકાના ખેડૂતો માટે ટ્રાઈકોડર્મા પાવડરનું ૫૦ ટકા સહાય (સબસીડી) હેઠળ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા તમામ ખેડૂત ભાઈઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

અમરેલી તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને જણાવવામાં આવે છે કે, ટ્રાઈકોડર્મા પાવડર પાકમાં ફૂગજન્ય રોગોના નિયંત્રણ તેમજ જમીનની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી હોવાથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.

યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ અંગે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી), અમરેલી શ્રી આર. એમ. શેખવાએ યાદીમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આપવામાં આવતી આ સહાયનો વધુમાં વધુ લાભ લઈ વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.

Related Posts