આગામી ૧૫મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચિતલ રોડ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ૦૫ વર્ષના બાળકોથી લઈને ૮૦ વર્ષ સુધીના વયજૂથના ૭૦૦થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી સાગર મહેતા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનું વિશેષ સેશન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, પ્રાંત અધિકારી શ્રી અમરેલી મહેશ નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફુમકિયા, DLSA સેક્રેટરી શ્રી પ્રખર શર્મા, ડૉ. નીતિન ત્રિવેદી, શ્રી જે. આર. વાળા, ડૉ. દિક્ષિતાબહેન, શ્રીમતી મીનાક્ષી બહેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી “સ્વસ્થ નાગરિક – સશક્ત રાષ્ટ્ર”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી, સ્ટેટ કો-ઓર્ડિનેટરશ્રી, ઝોન કો-ઓર્ડિનેટરશ્રી, અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા તથા અમરેલી જિલ્લાના યોગ ટ્રેનર્સ અને સમગ્ર આયોજક ટીમે જહેમત ઉઠાવી હતી.


















Recent Comments