ભાવનગર

” એક પેડ મા કે નામ ” માતાના મૃત્યુ પ્રસંગે જ્ઞાતિજનોને વૃક્ષના છોડનું વિતરણ કર્યું

 તળાજા તાલુકાના કુંઢેલી ગામમાં હંસાબેન દેવશંકરભાઇ જોષીનું તા. 2/8/ 2026 ના રોજ નિધન થતા તેમની ઉત્તરક્રિયા નિમિત્તે એક નવા વિચાર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર “એક પેડ મા કે નામ” મુજબ  પ્રકૃતિ પૂજન અને બા ની કાયમી યાદગીરી ટકી રહે અને પર્યાવરણની રક્ષા પણ થાય તે હેતુથી શિશુવિહાર સંસ્થામાંથી ટોકન ભાવે કાપડની થેલી નો ઉપયોગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને દરેક થેલીમાં ઋતુકાળ અનુસાર ખાસ કરીને સરગવો અને અન્ય વૃક્ષોના બીજનું પેકેટ સાથે સાથે દરેક થેલીમાં એક ફળાવ વૃક્ષ અને એક ફૂલ છોડ, આમ દરેક આવનાર સ્વજનોને બબ્બે વૃક્ષો અને સાથે તેનો ઉપયોગી તેવું બાયો કમ્પોસ્ટ ખાતરની એક બેગ આપવામાં આવી હતી. સગા સંબંધીઓ મિત્રોનો પણ ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. દરેકે આ વૃક્ષો અને છોડ ઉછેરવાની આદરપૂર્વક  વિનંતીને માન આપી અને ઉછેરવાની ખાતરી આપી હતી.
આ પહેલથી આગામી પણ આવો નવતર પ્રયોગ થતો રહે અને સાથે સાથે શક્ય તેટલી પ્રકૃતિની સેવા અને પર્યાવરણનું રક્ષણ થાય એવું તેમના પુત્ર પ્રાકૃતિક ખેતીના  અનુભવી નિષ્ણાંત  નીતિનભાઈ જોશીએ લાગણી વ્યક્ત કરી અને સૌનો દિલથી આભાર માન્યો હતો. 

Related Posts