અમરેલી

છેલ્લા સાત માસથી નામદાર એડી ચીફ જ્યુ.મેજી.ફ.ક. કોર્ટ, અમરેલીના સજા વોરંટના કામે ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ
પોલીસ અધિક્ષક,જિ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટ તરફથી આવતા સજા
વોરંટોની બજવણી કરવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી
સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો
સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ સજા/પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતે
હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ આધારે હકીકત મેળવી સજા વોરંટના આરોપીને તા.૨૦/૦૮/૨૦૨૬ ના રોજ
અમરેલી મીનીકસ્બા ખાતેથી પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે.
વિગતઃ- આ કામે આરોપીએ આજથી આશરે નવ વર્ષ પહેલા શ્રી અવધ નાગરીક શરાફી સહકારી મંડળી,
અમરેલીમાંથી રૂ.૨૫૦૦૦/- ની લોન લીધેલી ત્યારબાદ મજકુર આરોપીએ લોનની રકમના પૈસા ભરપાઇ નહી
કરતા નામ. અમરેલી કોર્ટમાં ફો.કે.નં.૧૧૫૪/૨૦૨૧ થી નેગોશીએબલ એક્ટ મુજબ ફરીયાદ થતા જે કેસ નામદાર
કોર્ટમાં ચાલી જતા નામ.અમરેલી કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરવામા આવેલ જેમાં સજા
વોરંટ ઇશ્યુ થયેલ હતુ જે કામે આરોપી સજા વોરંટમાં છેલ્લા સાત માસથી ફરાર હોય જેને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- ઇરફાનભાઇ અલારખભાઇ ચૌહાણ ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે.મીનીકસ્બા ગની
મસ્જિદ પાસે શેરી નં.૨ અમરેલી તા.જિ.અમરેલી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે. જે. બેરા, જી.એમ.નગવાડીયા એ
રીતેના જોડાયેલ હતા.

Related Posts