અહીં દારૂ પીવો ગુનો ગણાય પણ અમેરિકા માં મનોરોગી ગણી ઇલાજ કરાય છે
વિશ્વ આરોગ્ય સંસ્થાન એ એક રોગ તરીકે સ્વીકૃતિ આપી છે
ગુજરાત માં દારૂ બંધી છે પણ કાગળ ઉપર સૌથી વધુ દારૂ નું વેચાણ સેવન થતું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નિયત્રંણ કેમ નહી ? વારંવાર લઠ્ઠાકાંડ ની ધટના ઓ પછી કોઈ પરિણામ લક્ષી કાર્યવાહી થઈ ખરી ? આ લઠ્ઠાકાંડ દેશી દારૂ થી થયો કે એન્ટી બાયોટિક સીરપ ના કારણે સર્જાયો ? જેને ઈંગ્લીશ બનાવટી દારૂ કહેવામાં આવે છે ડોક્ટર ની સલાહ વગર કે ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન વગર આવું સીરપ આપવું મેડિકલ લો પ્રમાણે ગુનો છે છતાં બેરોકટોલ વેચાણ કેમ? અનેક જગ્યા એ છૂટ થી મળતા સીરપ નું બેફામ ઉત્પાદન એકમો પણ વારંવાર ઝડપાયા હોવા ના અનેક બનાવો બનતા છે રાજ્ય ના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની કોઈ જવાબદારી છે નહી ?
દારૂ, સુરા, શરાબ અને નામ પ્રચલીત માદક પીણું મઘ સૌકા ઓથી ચાલી આવતી સમસ્યા દરેક દારૂમાં વધતા ઓછા પ્રમાણમા આલ્કોહોલ હોય છે જુદી જુદી નિસ્યંદન ચીજોના ડીસ્ટિલેશન થી દારૂ બનતો હોય છે દારૂનો કેફ એમાના આલ્કોહોલને લીધે હોય છે આપણે જાણીએ છીએ ત્યા સુધી દેશી અને વિદેશી એમ બે પ્રકારના દારૂ આપણા દેશને ઉપલબ્ધ છે. તેમાં આલ્કોહોલની ટકાવરી વાઈન (૧૫) સેમ્પેઈન્ (૧૨-૧૫) જીન, રમ, વ્હીસ્કી અને બાન્ડી ૩૫-૫૦) આ ઉપરાંત વોડકા માંથી બને અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમા ફળોના અર્ક ભેળવવામાં આવે છે. આલ્કોહોલનુ પ્રમાણ ૨૫-૩૫ ટકા હોય છે, અને કયારેક તો દારૂ બનાવવામાં કોહવાઈ ગયેલ ગોળ પણ ખુબ ઉપયોગમા લેવામાં આવછે સડેલુ અનાજ આમ અનેક નિસ્યાનંદ વસ્તુઓ ભેળવવામાં આવતી હોય છે. મરચુ, તમાકુ, બેટરીના સેલ અને અમકુ એકસપાઈરીની ટેબલેટ અને પશુના ઈન્જેકશનનો પણ ઉપયોગ થતો હોય છે અને દારૂના દૂષણના કારણે આ દેશ મા કરોડો લોકો અકાળ મુખમાં ધકેલાતા હોય છે.દારૂની લતથી અનેક પરીવારને પારાવાર મુશ્કેલી ઓનો સામનો અને નાના બાળકોએ પિતા ની છત ગુમાવ્યા નો અસંખ્ય કિસ્સાઓ છે. દારૂ એક શેતાની શોધ છે. તે નૈતિક કલ્યાણો નુ નખ્ખોદ વાળે છે. દારૂની લત કુટેવ નહીં પણ રોગ છે. દારૂના દુષણો આ દેશમા પાયમાલી સર્જે છે દારૂની લત કુટેવ નહી પણ રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થાએ દારૂને એક રોગ તરીકે સ્વિકૃતિ આપી છે. અમેરીકાના કાયદાની રૂએ એક મદગી ગણાય છે એટલે દારૂનો નશો કરનારને ગુનેગાર નહી પણ દર્દી ગણવામાં આવે છે. દારૂની લત શરીરમાં પોષણ દ્રવ્યોમાં થતા ફેરફારની પ્રક્રીયા (મેટાબોલિઝમ) ઉભી થવાના કારણે એમ નથી દારૂ લીધા પછી એની જ્ઞાનતંત્ર પરની અસર વ્યક્તિ વર્તન અને માનસિક વલણ પર કાબુ રાખતાનુ જ્ઞાનતંત્રના કેન્દ્રો શિથિલ થઈ જાય છે. દારૂ લીધા પછી માણસ હળવાહ અને મોકળાશ અનુભવે. કોઈ એક યા બીજા કારણે નીરાશા સાંપડી હોય એ વખતે દારૂ લેવાથી નાની મોટી મુંઝવણો માંથી રાહત મેળવવા દારૂ જ એક માત્ર માર્ગ છે એમ સમજી વારંવાર ઉભી થતી
પરીસ્થિતિમાં દારૂ લેવાથી દારૂની લત ચડી જતાં હોય
એવુ બની શકે છે.અને પછી આત્મવિશ્વાસનો અભાવ હોય શકે છે દારૂ એક ભયાનક દૈત્ય કરતાં પણ રાક્ષસી દુષણ છે. તેની અસર દારૂના સેવાનથી શરીરના અનેક હિસ્સાને અલગ અલગ રીતે નુકશાન કરી લીવર, કીડની ઉપરાંત જ્ઞાનતંત્ર, બુધ્ધ બહેર મારી જવી, ગ્રહણ શક્તિ, વિચાર શકિત, નિર્ણય શકિત, યાદદાસ્ત અને કાર્યશક્તિ આ બધુ પણ એટલું મંદ પડી જાય છે. મગજ કેન્દ્રો પરનો કાબુ ગુમાવતા અસંગમી વર્તન, ઉશ્કેરાટ, મગજ ઉત્તેજન થવાથી ઉપરોકત તમામ શકિત ગુમાવી બેસનાર તમામ સમતુલા ગુમાવવાથી ભાન ભુલી લથડીયા ખાતે ચાલે અને પડવા ભટકાવાથી જાત જાતની ઈજાઓ પામે છે. અને દારૂમાં કયારેક મીથાઈલ આલ્કોહોલ હોય તો આંખને પણ નુકશાન અંધાપો પણ અનેક રોગ બીમારી ડેલીરિયમ ટ્રિટમેન્ટ મગન બીમારી, બાવીરયુરેટ્રસની ટેબલેટ ના સેવનથી અને દારુ પીવે તો બની કે લીવરનો સાજો હેપેટાઈટીસ શીરોસીસ અને પેલાગ્રા જેવી બીમારી પણ થઈ શકે છે. અને દારૂના લીધે ઘણા કુટુંબો બરબાદ થતાં રહે છે.
ઉપરાંત અનેક ઘરો ભુખે મરતા દારૂનો વ્યસની પોતાની
બરબાદી રે છે એવુ નથી પણ એની સાથે જોડાયેલી માસુમ જીંદગી પણ બરબાદ રે છે. (તાડી નીરો) હોય કે દેશી વિદેશી દારૂબંધીનો અમલ હિન્દુસ્તાનમાં જેટલો સહેલો છે એટલો જગતના કોઈપણ રાષ્ટ્રમાં નથી કારણ આચપણે ત્યા દારૂ પીનાર વર્ગ બહુ જ નાના છે. આપણે દેશ માં દારૂ પીવોએ સામાન્ય રીતે અપ્રતિષ્ઠિત ગણાય છે. આ બાબતે સરકાર અને સરકારી તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા વિશ્રાંતિ ગૃહો ઉઘાડે. જયાં થાકયા પાઠયા મજુરો શ્રમ ઓછો કરવા આરામ રે અને ચોખ્ખા અને તંદુરસ્ત આપનારા પીણા કે સોંઘી નાસ્તાની વસ્તુ મેળવી શકે અને મનગમતી તેમજ અનુકુળ રમત ગમતો રમી કે. આ બધુ કામ ખુબજ આકર્ષે તેવુ હદય કેળવીને ઉર્ફે આત્મશુઘ્ધ મળી તે રચનાત્મક કાર્યમાં વળે તો દારૂના દુષણને મુકવા માટે માત્ર અંતરઆત્માને જગાડવાની જરૂર છે જામ પે જાન પીને સે કયા ફાયદા ? શામ કો ચડ જાયે સુબહ ઉતર જાય હરી રસ કી પ્લાલી મે પીલે તેરી જીંદગી સવર જાયે.જો સરકાર ખરે ખર દારૂ બંધી નો સખ્ત અમલ કરવા ઈચ્છા રાખતી હોય તો સરકારી અધિકારી કર્મચારી ઓનાં પણ લોહી નમૂના લઈ નૈતિકતા નું ધોરણ સુધારી શકે છે આ અનિષ્ઠ દરેક વિભાગો માં છે ભાવનગર લઠ્ઠાકાંડ માં શિક્ષણ અને પોલીસ વિભાગ માં ફરજ બજાવતા વ્યક્તિ ઓનાં પણ મૃત્યુ થયા હોવા થી સિવિલ સર્વિસ રૂલ્સ નોકરી ની સામાન્ય શરતો ૧૯૭૧ નો સરેઆમ ભંગ નથી ? આ નૈતિકતા નું પતન નથી ?



















Recent Comments