અમરેલી

સાવરકુંડલામાં પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના ઉદ્દેશથી વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું

શહેરને વધુ સુંદર અને હરિયાળું બનાવવાના હેતુથી સહજાનંદનગર, જૂના કાનાતળાવ કેડાથી ગેસ ગોડાઉન રોડ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં સદભાવના રાજકોટ અને સાવરકુંડલા નગરપાલિકાનો વિશેષ સહયોગ રહ્યો હતો.

​કુશાંગ ગોહેલની રજૂઆત તથા વૃક્ષપ્રેમી ગીરીશભાઈ નાંદોલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વૉર્ડ નં. ૪ના નગરપાલિકા સદસ્ય ભાવેશભાઈ કવાએ રૂબરૂ ઉપસ્થિત રહી કામગીરી સુચારુ રીતે થાય તે માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. જનહિતના કાર્યોમાં તેમની સતત સક્રિયતા અને કાર્યશૈલીની સ્થાનિક લોકોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ સિવાય પાર્થભાઈ બિલખીયાએ સાઈટ વિઝિટ કરી જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.

​આ પ્રસંગે માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેમનું નિયમિત જતન અને સંવર્ધન કરવાની સહિયારી જવાબદારીનો સૌએ સંકલ્પ લીધો હતો.

Related Posts