સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ , જેસર રોડ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની બાળલીલાઓને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ-ગરબા અને “જય કનૈયાલાલ કી”ના નાદ સાથે મટકી ફોડનું ભવ્ય આયોજન કર્યું હતું.
આ ઉજવણીમાં શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી સહિત સંતો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આશીર્વચનમાં વિદ્યાર્થીઓને શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, ધર્મ અને સદાચારના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમથી સમગ્ર ગુરુકુળ પરિસર ભક્તિમય બની ગયું હતું.


















Recent Comments