અમરેલી

AI ના યુગમાં પણ પશુધનનું પ્રભુત્વ: ‘ગોબર ધન’ બનશે રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાનું કવચ

પાળશો પશુઓને જો તમે, 

તો એ તમારો ભાર લેશે,

આપશે ઊર્જા રોજેરોજ,

ને રાષ્ટ્રનો આધાર લેશે.

​ટેકનોલોજીના આ યુગમાં પણ, 

એ ઊર્જાનું પ્રતીક છે,

ગોબર ધનથી આત્મનિર્ભર,                                    દેશ આખો શ્વાસ લેશે.

–“પાંધી સર”

​આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને માઇક્રો ચિપના આધુનિક યુગમાં પણ પશુધન કોઈ પણ ટેકનોલોજી સાથે વિજેતા બનીને સ્પર્ધા કરી રહ્યું છે. આજે દેશમાં પશુઓ માત્ર દૂધ ઉત્પાદન પૂરતા સીમિત ન રહેતા શાંતિદાયક, સુરક્ષિત અને સ્વસ્થ રોજગારીનું સશક્ત માધ્યમ બન્યા છે.

​સૌથી મહત્વની વાત એ છે કે, આજે વસૂકી ગયેલા કે દૂધ ન આપતા પશુઓ પણ પોતાના કિંમતી મળ-મૂત્રની ભેટ આપીને પોતાનો નિભાવ ખર્ચ જાતે જ ઉપાડી રહ્યા છે. ગોબર ગેસ, LNG, PNG અને CNG જેવા જૈવ-ઈંધણ (Bio-energy) ના માધ્યમથી આ પશુધન રાષ્ટ્રને ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.

​સામાન્ય રીતે યુદ્ધ કે વૈશ્વિક અસ્થિરતાના સમયે રાષ્ટ્ર પાસે કેટલા દિવસનો ઊર્જા પુરવઠો બાકી છે તેની ચિંતા ત્યારે જ થાય જ્યારે દેશ ઈંધણની આયાત પર નિર્ભર હોય. વિદેશી હૂંડિયામણનો કમ્મરતોડ બોજ અને ઊર્જા સંગ્રહ પર દુશ્મનની નજરનો સતત ભય રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે છે.

​પરંતુ જો આપણું પશુધન રોજેરોજ “ફેક્ટરી ફ્રેશ” અને તાજી ઊર્જા પૂરું પાડતું હોય, તો રાષ્ટ્રએ કોઈ અન્ય દેશ પર નિર્ભર રહેવું પડતું નથી. ગોબર ધન, બાયો ધન અને કચરામાંથી કંચન બનાવવાની આ પ્રક્રિયા ભારતને સાચા અર્થમાં “આત્મનિર્ભર” બનાવે છે. “ભૂલ્યા ત્યાંથી ફરી ગણો” ની નીતિ અપનાવીને પશુ પાલન અને બાયો-ઊર્જા તરફ વળવું એ જ સમયની માંગ છે.

— બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી

Related Posts