દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ મકાન હસ્તક ના રોડ ઉપર બેઠા કોઝવે ઉપર નાળા બાંધતી એજન્સી ની કમાલ પાણી ની આવક માટે નાળુ બનાવવા મા પાંચ ભૂંગળા મુક્યા પણ સામે નિકાલ વ્યવસ્થા ક્યાં? છભાડિયા તરફ થી દામનગર ના બજરંગનગર વિસ્તાર મા આવતું વરસાદી પાણી જશે ક્યાં? ખાનગી બિનખેતી લેઆઉટ પ્લાન ના પ્લોટ ઉંચી કિંમતે વેચવા રીબીન ડેવલોપમેન્ટ ની અનામત જમીન મા ખાનગી ભૂગર્ભ ટનલ બાંધી વરસાદી પાણી ના વહેણ બંધ કર્યા ત્યાં સુધી (મામા) અમરેલી જિલ્લા પંચાયત નું તંત્ર ક્યાં મંજીરા વગાડતૂ હશે ?
વરસાદી પાણી ના વહેણ બંધ કરી રીબીન ડેવલોપમેન્ટ એક્ટ 1967 નો ઉલ્લાળીયો કરતા ખાનગી બિન ખેતી જમીન ના ઓર્ગેનાઈઝર દ્વારા ભંગ છતાં તંત્ર વાહકો ચૂપ કેમ છે ?
(મામા) રસ્તા ના ટેપર સેફ થી અનામત જગ્યા મા ખાનગી ભૂગર્ભ ટનલ બનાવવા કોની મંજૂરી લીધી ?
સમગ્ર વિસ્તાર ની ખાનગી સ્થાવર મિલ્કત અને લોકો ના જાનમાલ ને નુકશાની કરવા કોની કૃપા ? બેઠા કોઝવે ઉપર નક્કી થયેલ પ્લાન ડિઝાઇન ફેરવવા ક્યાં સક્ષમ પ્રાધિકારી ની મંજૂરી મેલવાય? અર્બન વિકાસ પોલિસી ની જોગવાઈ મા નિયત કરેલ ધોરણો ખાનગી જમીન મા પ્રાથમિક સુવિધા ઓ બિલ્ડરો એ પોતા ના ખર્ચે કરાવવું ફરજીયાત છે તેમ છતાં સરકારી ખર્ચે ઝાકમઝોળ કરતી દામનગર પાલિકા ઉપર પ્રાદેશિક કમિશનર કચેરી નું કોઈ નિયત્રંણ છે કે કેમ?
અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક નો આ રસ્તો સ્થાનિક વહીવટી તંત્ર ને શહેરી સંકુલ મર્યાદા મા આવતા નાહિત થયો છે આ મિલ્કત મૅન્ટનેસ માટે છે કે વેચવા?
દામનગર મા ટોક ઓફ ઘી ટાઉન છભાડિયા રોડ બજરંગનગર બેઠા કોઝવે ઉપર ઈજનેરી કૌશલય ની કમાલ કરતા ઈજનેરો કોણ ? અચરજ પામી જવાય તેવું આ કૌભાંડ અંગે જનપ્રતિનિધિ ઓ આગળ આવશે? અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક (મામા) ના રોડ ઉપર શહેરીજનો ને એફિલ ટાવર જેવી અજાયબી આપતું બાંધકામ કરી મામા બનાવ્યા આ અંગે લાઠી તાલુકા મામલતદાર ને પણ લેખિત રજુઆત રેવન્યુ પાલિકા અને પંચાયત માર્ગ મકાન ત્રણેય વિભાગ ના સંકલન થી કાર્યવાહી થવા સમગ્ર બજરંગનગર ના રહીશો દ્વારા સખત વિરોધ સાથે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી માર્ગ મકાન પંચાયત સહિત પેટા વિભાગીય નાયબ કાર્યપાલક ઈજનેર તાલુકા વિકાસ અધિકારી સહિત સબંધ કરતા ઓમા ફરિયાદ કરાય સમગ્ર બજરંગનગર ના રહીશો આવ્યા રસ્તા ઉપર વહીવટી તંત્ર સમક્ષ તુરંત ભૂગર્ભ ટનલ તોડી વરસાદી પાણી ના વહેણ ખુલ્લા કરો ની બુલંદ માંગી કરી સ્થાનિકો ના ભારે વિરોધ વચ્ચે અડધો રસ્તા બનાવી મૂકી દેતી એજન્સી એ ખાનગી ટનલ કોની મંજૂરી એ બનાવી? બિન ખેતી ઓર્ગેનાઈઝર પાસે કેવડી રકમ મેળવી? સરકારી જમીન ઉપર ભુર્ગભ ટનલ બનાવવા તંત્ર એ પગલાં લેવા ને બદલે આંખ આડા કાન કરી આવુ ગેરકાયદેસર બાંધકામ કેમ થવા દીધું આ અંગે લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ સરકાર પક્ષે કાર્યવાહી થવા ની માંગ ઉઠી

















Recent Comments