અમરેલી

સાાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮માં દૂષિત પાણી અંગે રજૂઆત

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮ માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદોને પગલે નગરપાલિકા સદસ્યા મેઘાબેન એચ. ગઢીયા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે.  

​રજૂઆતમાં જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણીના મિશ્રણને કારણે સ્થાનિક રહીશો અને મહિલાઓના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. તેમણે પીવાના પાણીના નમૂનાઓની પ્રયોગશાળામાં તાત્કાલિક ગુણવત્તા તપાસ, લાઇન-વાલ્વનું સ્થળ નિરીક્ષણ, દૂષિત લાઇનનું સમારકામ તથા રહેવાસીઓ માટે ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવા માંગ કરી છે.  

​વધુમાં, જો કોઈ નાગરિક દૂષિત પાણીથી બીમાર પડે તો તબીબી સારવારની વ્યવસ્થા કરવા અને માત્ર આશ્વાસન આપવાને બદલે શુદ્ધ પાણી ક્યારથી ઉપલબ્ધ થશે તેની ચોક્કસ તારીખ જાહેર કરી સમયબદ્ધ કામગીરી કરવા ઉગ્ર માંગ કરાઈ છે. 

આમ હવે લોકહિતના પ્રાણપ્રશ્ર્નો માટે સતત ચિંતિત એવા મેઘાબેન પણ જનઆરોગ્ય માટે હવે સતત સતર્કતા સાથે લોકહિતને અગ્રસ્થાન આપી ખરા અર્થમાં એક લોકસેવિકા તરીકે સતત કાર્યશીલ જોવા મળે છે

Related Posts