અમરેલી

ભજન-લોકગીતના સૂરથી સાવરકુંડલાનું નામ રોશન કરનાર રેખા વાળાનો આજે જન્મદિવસ

અમરેલી જિલ્લામાં લોકગીત અને ભજન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર તથા સાવરકુંડલાનું ગૌરવ વધારનાર લોકગાયિકા રેખા વાળાનો 3 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો, કલાકારો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા રેખા વાળાને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. નાની ઉંમરથી જ ભગવાનની ભક્તિના રંગે રંગાયેલા રેખા વાળાએ ભક્તિ અને સંગીતના અનોખા સમન્વય થકી લોકગાયિકા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. ભજન અને લોકગીત ક્ષેત્રે સતત મહેનત અને સાધનાના પરિણામે તેમણે અનેક આલ્બમો દ્વારા પોતાની કલા લોકો સુધી પહોંચાડી છે. પોતાના મધુર કંઠ અને આગવી ગાયકીથી રેખા વાળાએ સંગીત ક્ષેત્રે સિદ્ધિના અનેક સોપાનો સર કર્યા છે. સાથે જ સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેમની ભક્તિભાવના, સરળ સ્વભાવ અને સંગીત પ્રત્યેની લગનને કારણે સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં તેમણે આગવું સ્થાન મેળવ્યું છે. રેખા વાળાના જન્મદિવસ નિમિત્તે તેમના ચાહકો, શુભેચ્છકો, કલાકારો અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંગીત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Posts