દીકરીઓએ ગામની શેરીઓ, મુખ્ય માર્ગ, બસ સ્ટેશન અને મંદિરની સફાઈ કરી
ફુલસર ( તા. તળાજા ) ખાતેની શ્રી વ્રજભૂમિ વિદ્યાલયમાં ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ્ય પરિવેશ સાથે ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
2016 થી ગામડાની દીકરીઓને KG થી 12 સુધી વિનામૂલ્યે શિક્ષણ આપતી આ શાળાએ ગાંધીજીના જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો.
સવારે પ્રાર્થના બાદ શાળાની બહેનોએ ગ્રામ્ય વેશભૂષા ધારણ કરી હતી. ત્યારબાદ હાથમાં સાવરણા લઈને સેવા કાર્ય શરૂ કર્યું હતું.
આજના સફાઈ કાર્યક્રમમાં
ગામની મુખ્ય શેરીઓ અને ગલીઓમાં સફાઈ
મુખ્ય માર્ગની સફાઈ
ફુલસર બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરી હતી.
નિશાળ (શાળા) પરિસરની સંપૂર્ણ સફાઈ
ગામના મંદિર પરિસરની સફાઈ કરીને
દીકરીઓએ “ગામડું સ્વચ્છ તો દેશ સ્વચ્છ” ના નારા સાથે લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગ્રામજનોએ પણ શાળાના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. શ્રી વ્રજભૂમિ વિદ્યાલય માત્ર ભણતર જ નહીં પણ સંસ્કાર અને સેવાનું પણ શિક્ષણ આપે છે.















Recent Comments