સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને માંદગી અથવા ગંભીર બીમારી દરમિયાન બહુ દૂર ના જવું પડે અને સારી સારવાર મળી રહે તે માટે સુરત મનપા. દ્વારા હાલમાં પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ નવા વિસ્તાર એવા પાસોદરા નજીક હોસ્પ્ટિલ બનાવવા આયોજન કરાયું છે અને તે માટે સાત કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વસ્તી અને વિસ્તાર વધતાં લોકોની સારવાર માટે બનાવવામાં આવેલી સ્મીમેર હોસ્પિટલ ઓવર લોડ થઈ રહી છે. આ ઉપરાંત વિસ્તાર વધ્યો હોવાથી નવા વિસ્તારના લોકોને તેમના ઘરથી દૂર સારવાર માટે આવવું પડી રહ્યું છે. જેથી પાલિકાએ લોકોના ઘર નજીક સારવાર મળે અને સ્મીમેર હોસ્પિટલમાં ભારણ ઘટે તે માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદના નવા વિસ્તાર એવા પાસોદરામાં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણામાં ટીપી 85 (સરથાણા-પાસોદરા-લસકાણા)ના ફાઈનલ પ્લોટ 119 થી નોંધાયેલ જમીન ખાતે વધુ એક 50 બેડની હોસ્પિટલ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા 11.76 કરોડ રૂપિયાનાં અંદાજ સામે સુરત કોર્પોરેશન દ્વારા 39.98 ટકા નીચું એટલે કે 7.29 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવા માટેની તૈયારી દાખવવામાં આવી છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.


















Recent Comments