એસ.ટી.ના ટ્રાફિક ઈન્સપેકટર ની બેદરકારી ના હિસાબે ને બસોની બદલે વિધાર્થીઓને ચાલતા ચાલતા ઘરે તથા શાળાએ જવુ પડેછે.
સાવરકુંડલા તાલુકાના ઠવી, વિરડી, નાળ, જેજાદ, વાશીયાળી, શેલણા ગામો માંથી દરરોજ શાળા, હાઈસ્કૂલ અને કોલેજમાં વંડા તથા સાવરકુંડલા અભ્યાસ અર્થે આવતા અને જતા વિધાર્થી ભાઈઓ બહેનો ને અપડાઉન માં એસ.ટી.બસો પ્રત્યે પડતી મુશ્કેલીઓ બાબતે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર ને તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય કાળુભાઈ લુણસર, ભાજપ અગ્રણી જગદીશભાઈ ડાભી ઠાકોર તેમજ ઠવી, વિરડી, નાળ, જેજાદ, વાશીયાળી, શેલણા અને આજુબાજુ ના ગામોના વિધાર્થીઓ, વાલીઓ રૂબરૂ સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે ઉપસ્થિત રહી ડેપો મેનેજર ને વિદ્યાર્થીઓને અપડાઉનમાં અગવડતા બાબતે રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાવરકુંડલા એસ.ટી.ડેપોના ટ્રાફિક ઈન્સપેકટર ની અનાવડત અને બેદરકારી ના હિસાબે બસો ટાઈમસર આવતી નથી જેથી વિધાર્થી ઓને ચાલતા ચાલતા ઘરે તથા સ્કૂલે જવુ પડેછે.
સાવરકુંડલા તાલુકાના ઠવી, વિરડી, નાળ, જેજાદ, વાશીયાળી, શેલણા ગામો માટે સાવરકુંડલા એસ.ટી. ડેપોની દરરોજ વિધાર્થીઓ માટે લોકલ બસો ફેરા વર્ષોથી ચાલે છે પરંતુ છેલ્લા થોડા સમયથી એસ.ટી.ડેપોના ડ્રાયવર કંડકટરો નું ડ્યુટી લીસ્ટ બનાવતા અને રૂટો નું સંચાલન કરતા સાવરકુંડલા ડેપોના ટ્રાફીક ઈન્સપેકટર ટી.આઈ.ની બેદરકારી અને અણઆવડત ના હિસાબે ઠવી, વિરડી, નાળ, જેજાદ, વાશીયાળી, શેલણા વગેરે આસપાસ ના ગામોમાં બસો ટાઈમસર પહોંચતી નથી અને વિધાર્થી ઓનો અભ્યાસ બગડે છે માટે તેઓ બસોની રાહ જોઈને ચાલતા ચાલતા ઘરે અને સ્કૂલે જવા મજબુર થઈ રહ્યા છે.
Recent Comments