કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજના થકી ગરીબ, વંચિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યુ છે. શહેરથી લઈને છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સરકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે.
ગુજરાત સરકારની કૃષિ વિકાસલક્ષી યોજનાઓનો લાભ પણ ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે. આજરોજ અમરેલી સ્થિત કડવા પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કૃષિ વિકાસ દિન’ ૨૦૨૫ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને ખેતીના ભારે સાધનો જેવા કે, ટ્રેક્ટર વગેરેની ખરીદી માટે રૂ. ૧ લાખની નાણાકીય સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત એ.જી.આર ૨ એફ.એમ ઘટક યોજના અન્વયે કલ્ટીવેટર ખરીદી માટે સહાય ચૂકવવામાં આવી હતી.
અમરેલીના દહીડા ગામના ખેડૂતશ્રી જીતુભાઈ બાખલકિયાને એ.જી.આર. ૫૦ (ખેતીના ભારે સાધનો) ઘટક યોજના અન્વયે ટ્રેક્ટર ખરીદી માટે રૂ.૧ લાખની સહાય મળતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, ખેતીમાં ટ્રેક્ટરના ઉપયોગ થકી અનેક કામ સરળ બની જાય છે, સાથે ખેતીમાં હવે આધુનિક સાધનોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખેડૂતોએ મજુરી ખર્ચ ઓછો થાય તે માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે.
યાંત્રિકીકરણના ઉપયોગ થકી ખેતીના કઠીન કામોનું ભારણ ઘટ્યુ છે. ખેતીની કામગીરીમાં ચોકસાઇ વધી છે. યાંત્રિકીકરણ વિવિધ ઇનપુટ્સનો સમયસર ઉપયોગ કરવા અને કાર્યક્ષમ પાક ઉત્પાદન વધારવામા મહત્વનો ફાળો આપે છે. ખેતી ક્ષેત્રે યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા વિવિધ સહાયકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.


















Recent Comments