અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા દર વર્ષે સેવાનિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેરની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના સેવકથી લઈને આચાર્ય સુધીના તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા લાભો આપી પ્રમાણપત્ર સાથે સન્માનિત પણ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૩૦ જેટલા સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ૧૨ સેવકો, ૧૬ ક્લાર્ક, ૯૫ શિક્ષકો અને ૭ જેટલા આચાર્યોને તેઓની સેવાનિવૃત્ત બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેઓને મળતા લાભો પણ નિવૃત્તિના દિવસે જ મળી જાય તેવી કામગીરી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા કરવામાં આવી હતી.
સેવકથી લઈ આચાર્ય સુધીના ૧૩૦ જેટલા તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ યોજાયો

Recent Comments