સાવરકુંડલા નગરપાલિકા ની એક વોર્ડ ની ચૂંટણી હોવાથી ટાઉન પોલીસ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજી.

સાવરકુંડલા નવરપાલિકા વોર્ડ નંબર ત્રણના એક સભ્યની આગામી તારીખ 16/02ને રવિવારે મતદાન હોવાથી સાવરકુંડલા શહેરમાં ચૂંટણીને અનુલક્ષી ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાવરકુંડલા ડિવિઝનના એ.એસ.પી. વલય વૈદ્ય આઈ.પી.એસ.ની સૂચનાથી વોર્ડ નંબર ત્રણની મુખ્ય બજારો અને માર્ગો પર સાવરકુંડલા ટાઉન, રૂરલ અને વંડા પોલીસ તેમજ બંદોબસ્તમાં આવેલ એસ.આર.પી., હોમગાર્ડ, અને જી.આર.ડી. જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
Recent Comments