શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થી કેમ્પસ સહકારી મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી, ડિરેક્ટર શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ અને યુવા અગ્રણી શિવાંગભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય ડૉ. એસ.સી. રવિયાએ સ્વાગત પ્રવચન આપી મંડળીની કામગીરી અને નવા સભ્યોની નોંધણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સભામાં સર્વાનુમતે નવી કારોબારીની રચના સાથે દ્વિતીય વર્ષ B.Com ના વિદ્યાર્થી જેઠવા કીર્તનની નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી મનીષભાઈ સંઘાણીએ ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના મંત્રને સાર્થક કરી વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએથી જ સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું, જ્યારે ભાર્ગવભાઈ ત્રિવેદીએ જિલ્લા મંડળ તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી. આ પ્રસંગે સહકાર તાલીમ વર્ગના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. એચ.આર. દેસરાણી અને સ્ટાફ પરિવારે કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. અર્જુનસિંહ પરમાર, ડો. આશિષભાઈ ચૌહાણ, ડો. પુષ્પાબેન રાણીપા સહિતના તમામે ભારે જહેમત ઉઠાવી હતી

















Recent Comments