સાવરકુંડલા ખાતે લાયન્સ ક્લબ દ્વારા એક બિઝનેસ સેમિનાર ‘મારો વિશ્વાસ મારી જીત’ નું આયોજન કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમાં પ્રથમવાર બિઝનેસને કેવી રીતે વેગ આપવો અને બિઝનેસને આગળ વધારવો તે માટે ના તમામ પ્રકારના આઈડીયા અને જરૂરી ટીપ્સ આપવામાં આવેલ.આ બિઝનેસ સેમીનારમાં સાવરકુંડલા શહેર તેમજ અમરેલી જિલ્લામાંથી બિઝનેસમેનો,ઉધોગપતિઓ તેમજ તમામ પ્રકારના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ આવેલ. આશરે ૪૫૦ જેટલા વેપારીમિત્રોએ આ સેમીનારનો લાભ લીધો હતો. ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા સુંદર રીતે ૩ કલાક સુધી વેપારીઓને ધંધાને વેગ મળે તે દિશામાં યોગ્ય માર્ગદર્શન આપેલ હતુ. કાનજીબાપુ ઉપવનવાડી ખાતે સાંજના ૪ વાગે સેમીનાર ની શરૂઆત થઈ હતી. તેમાં સ્વર સાધના ગ્રુપ દ્વારા હિન્દી સોંગ સાથે સંગીત સંધ્યા પ્રસ્તુત કરવામાં આવેલ. આ સેમિનાર ના મુખ્ય સ્પોન્સર નિમેશ પટેલ તેમજ સહ સ્પોન્સર સાગર મશીનરી અને ગોકુલ જ્વેલર્સ હતા. સાવરકુંડલાના પ્રથમ નાગરિક મેહુલભાઈ ત્રિવેદી, કલબ સ્થાપક લાયન કરશન ડોબરીયા, લાયન દેવચંદ કપોપરા, લાયન કમલ શેલાર (Zc), લાયન પ્રતિક નાકરાણી (પ્રેસિડેન્ટ), લાયન નિલેશ વાઘેલા,લાયન દિનેશ કારીયા,લાયન જતિન બંજારા તેમજ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના તમામ મેમ્બર હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવેલ હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ભવ્ય બિઝનેસ સેમિનાર યોજાયો..


















Recent Comments