દામનગર ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા યોજાય

દામનગર શહેર માં ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા સમસ્ત દામનગર શહેર આયોજિત ભવ્ય અને દિવ્ય રથયાત્રા યોજાય બપોર ના ૩-૩૦ કલાકે રામજી મંદિર થી પ્રસ્થાન થયેલ રથયાત્રા સરદાર ચોક ઢીકુડી વાડી થી મોટા બસ સ્ટેન્ડ ૧૧૧ પ્લોટ જૂની શાકમાર્કેટ ઉંડપા શેરી પટેલ શેરી થી છભાડીયા રોડ બહાર પરા થી સીતારામનગર વિસ્તાર માં દર્શનીય નજારા સાથે ફરી ઠેર ઠેર સામાજિક
સંગઠનો દ્વારા પદયાત્રી ઓ માટે ચા પાણી શરબત સ્ટોલ ની સેવા રોડ રસ્તા ની બંને તરફ હજારો દર્શનાર્થીઓ દ્વારા રથયાત્રા ના દર્શન માટે કતારબદ્ધ ગોઠવાયા હતા નાના બાળકો ને ભગવન શ્રી રામ પંચાયત ની વેશભૂષા સાથે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા રથયાત્રા ના રૂટ ઉપર ચોરા ચાવડી ચોક ઉપર ભવ્ય રાસોત્સવ નાના મોટા આબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ના ઉત્સવ મય બની જુમી ઉઠ્યા હતા ધ્યાનાકર્ષક રીતે રથયાત્રા શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી સરદાર ચોક ખાતે વિસર્જન થઈ હતી સમગ્ર રથયાત્રા દરમ્યાન દામનગર શહેર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંધોબસ્ત જાળવ્યો હતો
Recent Comments