અમરેલી

લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે મહા માહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થતા ભવ્ય સત્કાર

લાઠી તાલુકા ના પ્રતાપગઢ ગામે રાજ્ય ના મહા માહિમ આચાર્ય દેવવ્રતજી પધાર્યા ભવ્ય સામૈયા સત્કાર  પ્રતાપગઢ ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે. કેન્સર, ડાયાબિટીસ વગેરે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી વાતાવરણ પણ દૂષિત થઈ રહ્યું છે, યુરિયામાં નાઇટ્રોજન હોય છે, જે હવાના ઓક્સિજન સાથે મળીને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક એવો નાઈટ્રસ ઓક્સાઇડ ગેસ બનાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક ગણાતા કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ ૩૧૨ ગણો નુકસાનરૂપ છે.

તેમણે ખાસ આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધરતી બિનઉપજાવ બની રહી છે, પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિથી જ લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકશે. આ સાથે તેમણે ગ્રામજનોને સાથે મળીને ગૌશાળા બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ ગણાવી હતી. ઉપરાંત રાજ્યપાલશ્રીએ પ્રતાપગઢ ગામને આદર્શરૂપ ગણાવતા કહ્યું કે, શહેરથી પણ વધુ રળિયામણું અને સ્વચ્છ ગામ છે. તેમણે આ ગામના અતિથિ બનવાને સૌભાગ્ય માન્યું હતું. તેમજ ગ્રામજનોને શુભ પ્રસંગે વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. વધુમાં રાજ્યપાલશ્રીએ પ્રતાપગઢ પ્રાથમિક શાળાની મુલાકાત કરીને સુવિધા અને વ્યવસ્થાઓથી વાકેફ થયા હતા. તેમજ બાળકો અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી પ્રતાપગઢ પ્રામથમિક શાળાના સામાન્ય રૂમમાં રાત્રિ રોકાણ પણ કરશે.આ તકે અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, આસિસ્ટન્ટ કલેકટર અતુલસિંઘ, જિલ્લા પોલીસ વડા  સંજય ખરાત પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, પ્રાંત અધિકારી બ્રહ્મ ભટ્ટ  સહિત સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સ્થાનિક અગ્રણી ઓ ગ્રામજનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનાં અગ્રણી ઓ ખેડૂતો ની વિશાળ ઉપસ્થિતિ રહી હતી 

Related Posts