અમરેલી

સાવરકુંડલામાં આવેલ માનવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય શરદપૂર્ણિમા ઉજવાશે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર દ્વારા આવતીકાલે સોમવારે શરદપૂનમે તારીખ ૬-૧૦-૨૫ ના રોજ ભવ્યાતિભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મનોરોગી બહેનોના રાસ નિહાળવા આપ સૌને માનવ મંદિર પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે માનવમંદિરના ગ્રાઉન્ડ ખાતે રાત્રે દસના ટકોરે કાર્યક્રમના અધ્યક્ષ  દિલીપભાઈ સંઘાણીની પ્રેરક  ઉપસ્થિતિમાં લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા, ખ્યાતનામ ગાયિકા સાવરકુંડલા શહેરના આભૂષણ સમાન આશાબેન કારેલીયા, રણધીરભાઈ વિછીયા સમેત અનેક ખ્યાતનામ ગાયકો સાથે રાસ ગરબાની રમઝટ બોલશે. તો આ મનોરોગી બહેનોના રાસ ગરબા નિહાળતા નિહાળતા આપ પણ રાસ ગરબાનો આનંદ માણવા આ રાસોત્સવમાં સહભાગી અને ઉપસ્થિત રહેવા માનવ મંદિર પરિવાર  તરફથી તમામને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયે દૂધ પૌવાની પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

Related Posts