અમરેલી

‘ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન’ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ: ભિક્ષુકોને ‘પ્રભુનો પ્રસાદ’ પીરસાયો

નથી જોઈતી કીર્તિ કે નથી                   

જોઈતો જશ અમને,

બસ દીન-દુખિયાની સેવાનો                             મળે હરદમ અવસર અમને.

​ફૂલ બની ના શકીએ 

તો પાંખડી બની મહેકીશું,

ભીના હૈયે ‘પ્રભુનો પ્રસાદ’ 

વહેંચવાનો મળે જો હક અમને.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર ‘ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન’ સંચાલિત ‘પ્રભુનો પ્રસાદ’ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજની જેમ આજે પણ નિરાધાર અને ભિક્ષુક લોકોની જઠરાગ્નિ ઠારવાનું પુણ્યશાળી કાર્ય કરવામાં આવ્યું હતું. આજનો આ પ્રસાદ દાતા ઝુંબેદાઆંટીના સારા સ્વાસ્થ્યની કામના અર્થે અર્પણ કરવામાં આવ્યો હતો.

​આજના ભોજન અને મીઠાઈના મુખ્ય દાતા ભારત સરકારના એડવોકેટ અને નોટરી શ્રી ભરતભાઈ કાનજીભાઈ રાઠોડ હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “પરમ કૃપાળુ પરમેશ્વર અમને કીડીને કણ અને હાથીને મણ આપવાની શક્તિ આપે અને અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પીને સમાજ પ્રત્યેનું અમારું ઋણ અદા કરી શકીએ તેવા આશીર્વાદ ઈચ્છીએ છીએ.”

​આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરતભાઈ કે. રાઠોડ, કંચનબેન ભરતભાઈ રાઠોડ, રોહનભાઈ બી. રાઠોડ, અરવિંદભાઈ મેવાડા, નીતિનભાઈ હેલૈયા અને નીલ મેવાડાએ પ્રત્યક્ષ હાજર રહીને ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. સંસ્થાએ રાઠોડ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts