અમરેલી

સાવરકુંડલાના થોરડી ગામે સિંહોના ટોળાએ ગાયનું મારણ કર્યું

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે મેઈન રોડ પરથી લગભગ એક કિલોમીટર સુધી ગાયને દોડાવીને પાંચ સિંહોના ટોળાએ શૈલેષભાઈ બરવાળિયાના ઘર સામે મારણ કર્યું હતું. સિંહોએ અહીં મિજબાની માણી જાણે દિવાળીની ઉજવણી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Related Posts