અમરેલી

દામનગર ના દહીંથરા સોશ્યલ મીડિયા ના સકારાત્મક ઉપીયોગ થી નિરાધાર વૃદ્ધ નું મકાન બનાવી લોકાર્પણ કરાયું

દામનગર શહેર ના યુવાનો ની સોશ્યલ મીડિયા કમાલ નિરાધાર વૃદ્ધ ને મળ્યો આશિયાનો દામનગર શહેર ના અનેકો યુવાનો ને જોડી સોશ્યલ મીડિયા ઉપર બનાવેલ ગ્રુપ દ્વારા શહેર માં કોઈ ભૂખ્યા દુઃખયા ન રહે તેવા ઉજળા અભિગમ થી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં નિરાધાર એકલા અટુલા અશક્ત અતિથિ અભ્યાગતો ને નાની અમસ્તી મદદ થી પ્રારંભયેલ ગ્રુપ ની સેવા જોઈ અનેકો સદગૃહ પરિવારો સારા નરહા પ્રસંગો એ આર્થિક મદદ કરવા પ્રેરાયા ગયા આ ગ્રુપ ની યોગ્ય જગ્યા એ યોગ્ય મદદ જોઈ જોત જોતા માં સોસિયલ મીડિયા મારફતે વાયરલ થતી રહી અને લોકો ને સ્પર્શી જતી આ સેવા જેમ સુગંધી પુષ્પો ની સુવાસ માફક એક  મુહિમ બની ગઈ પ્રીતેશ નારોલા સુજીત ડાબસરા સહિત અનેક યુવાનો જરૂરિયાતમંદો ને અન્ન પુરવઠો પહોંચાડી સોશ્યલ મીડિયા માં પોસ્ટ મુકતા રહ્યા દિન પ્રતિદિન ભારે લોકપ્રિય બનેલ આ ગ્રુપે દામનગર પાસે આવેલ દહીંથરા ગામે સંપૂર્ણ નિરાધાર વૃધ્ધા નું અતિ જીર્ણ અવસ્થા ના ઝુંપડા માં અન્ન પુરવઠો પહોંચાડવા જતા અતિ દયનિય અવસ્થા માં રહેતા વૃધ્ધા ને મકાન બનાવી દેવા સોશ્યલ મીડિયા ઉપર અપીલ કરતા અનેક દ્રવ્ય દાન થી આ ગરબી વૃધ્ધા નો આશરો બન્યો આજે અનેક યુવાનો એ આ ગરીબ મહિલા ના વરદહસ્તે જ રીબીન કાપી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો વૃધ્ધા ના ચહેરા ઉપર સંપૂર્ણ સંતોષ નો ભાવ તાદ્રશ્ય થતો હતો “જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિન દુઃખયા ના આંસુ લ્હોતા અંતર કદી ન ધરજો” શ્રેય માર્ગે ચાલવા ની ઉત્તર પ્રેરણા આપતા આ ગ્રુપ ની મદદ ની ભાવના એ જરૂરિયાત મંદ ને આશરો મળ્યો આ પ્રથમ મકાન બનાવી દેતા સોશ્યલ મીડિયા ગ્રુપ સોશ્યલ સાઈડ ના સદ ઉપીયોગ ની તાકાત કેટલી ગજબ છે જો સકારાત્મક ઉપયોગ કરાય તો શું ન થઈ શકે ? પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ નો સંદેશ આપતા આ ગ્રુપે આપના હાથ જગનાથ ની યુક્તએ શરૂ કરેલ મુહિમ ગરીબ ગુરબા માટે આશીર્વાદ રૂપ બની રહી છે

Related Posts