fbpx
ગુજરાત

મધરાત્રે કાળ બનીને આવ્યો દીપડો, હુમલામાં એકનું મોત, અન્ય વ્યક્તિ ઘાયલ

વાઘા મસરીના દીકરાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે નજીકમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા ગીર ગઢડા તાલુકાના જંગલ સરહદે આવેલા કોડિયા ગામમાં રાત્રે શિકારની શોધમાં નીકળેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ અલગ ઘરોના વરંડામાં સૂતેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. કોડિયા ગામની સીમમાં એક ઘરના વરંડામાં સૂતા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું,

જ્યારે દીપડાના હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોડિયા ગામમાં, મધરાત્રે લગભગ ૨ વાગ્યે વાઘા સાદુલ વાઘેલા તેમના ઘરના આંગણામાં સૂતા હતા ત્યારે તેમના પર દીપડાએ હુમલો કર્યો. હુમલા પછી, દીપડો વાઘાને ઘરના શેડમાં પલંગથી થોડે દૂર ખેંચી ગયો અને તેને શિકાર કરી નાખ્યો હતો. જ્યારે ઘરમાં સૂતા પરિવારના સભ્યો બૂમો પાડવા લાગ્યા, ત્યારે દીપડો ભાગી ગયો અને બાજુના બગીચામાં બીજા ઘરમાં સૂતા દંપતી ભીમા બારૈયા પર હુમલો કર્યો. જેમાં તેને ચહેરા, માથા અને પીઠ પર ઈજાઓ થઈ હતી. વાઘા મસરીના દીકરાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે નજીકમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા અને પહેલા ગામના આગેવાનોને અને પછી વન રક્ષક મેડમને ઘટનાની જાણ કરી. જેમણે રજા પર હોવા છતાં અસ્પષ્ટ જવાબ આપ્યો. જાણકારી અનુસાર ઘટનાના અંદાજે દોઢ કલાક પછી જશાધાર રેન્જમાં વન વિભાગના ઇર્હ્લં ઘટનાસ્થળે પહોંચી મૃતકના પરિવારના સભ્યો અને ગ્રામજનોને જાણ કરવામાં આવી. ગામલોકોએ મૃતક વાઘા સાદુલ વાઘેલાના મૃતદેહને ઉપાડવા દીધો નહીં અને છઝ્રહ્લ ને બોલાવવાની માગ કરી હતી.

Follow Me:

Related Posts