જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓ, નલ સે જલ યોજના અન્વયે પૂર્ણ થયેલી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ઉપરાંત જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે બાબતે સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, નલ સે જલ યોજનામાં ૩૩૯ યોજનાઓ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી ૩૩૫ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ ૦૪ ગામની યોજનાઓ અને કામ પ્રગતિ હેઠળ છે. જેમાં અમરેલીના વરસડા ખાતે પંપ હાઉસ કામગીરી શરૂ છે જે ફેબ્રુઆરી ૨૦૨૬ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત સાવરકુંડલાના મોટા ઝીંઝુડા મુકામે પાઈપલાઈન નાંખવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, તા.૨૯ જાન્યુઆરી,૨૦૨૬ની સ્થિતિએ જિલ્લામાં ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવિટી ઇન રુરલ એરિયા અને નલ સે જલ યોજના અન્વયે નળ કનેક્શન માટે ૮૨૬ ગામ અને પરાઓ પૈકી ૮૧૯ ગામ અને પરાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં વાસ્મોના અધિકારીશ્રી, અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments