fbpx
અમરેલી

જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ સમિતિ બેઠકમાં એજન્ડા મુજબ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વર્ષ-૨૦૨૪ના એપ્રિલ થી શરુ કરી અને નવેમ્બર,૨૦૨૪ સુધી કરવામાં આવેલ રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રસી મેળવવાના બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ફિલ્ડ પર સર્વે વધારવારસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા બાબતે થાય તે માટે હાથ ધરવાની કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

સઘન પલ્સ પોલીયો રસીકરણ અંતર્ગત તા.૦૮ ડિસેમ્બર૨૦૨૪ રવિવારના રોજ ૭૯૭ બુથ પર ૯૦ મોબાઇલ ટીમ અને ૨૭ ટ્રાન્સીટ ટીમ દ્વારા ૬૦૨ આરોગ્ય કર્મચારી૧૬૦૫ આંગણવાડી કાર્યકર૧૨૩૦ આશા તથા ફેસીલેટર વર્કર અને ૨૧૦ અન્ય કર્મચારી મળી ૩૫૨૦ સભ્યો દ્વારા જિલ્લામાં  ૧૦૦ ટકા બાળકોને રક્ષિત કરવા પોલીયો રસીકરણની ઝુંબેશ યોજાશે.

રાષ્ટ્રીય લેપ્રસી નાબુદી અભિયાન અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને કો-ઓર્ડિનેશન સમિતિની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં આગામી તા.૧૨ ડિસેમ્બર થી તા.૨૧ ડિસેમ્બર દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હેઠળ ઝુંબેશ યોજાશે. ૦૭ દિવસ દરમિયાન જિલ્લાના ૯૯ ગામોને આવરી લેવામાં આવશે.

 જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અન્વયે જિલ્લામાં સંચારી રોગની હાલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. શિયાળાની ઋતુ હોય અને કોલ્ડવેવની અસર હોય તો ઠંડીથી બચવા રક્ષણાત્મક પગલાં લેવા અને ક્લોરિનેશન અંગેની કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીને સૂચનાઓ આપી હતી.

મલેરિયા અને ડેંગ્યુના કેસોની સમીક્ષા કરી અને સંબંધિત વિસ્તારોમાં રોગચાળાનો ઉપદ્રવ હોય તેવા ચોમાસા સહિતના સમયે યોગ્ય જાગૃતિ તેમજ મચ્છરદાનીનો ઉપયોગ અને શરીરને હાથ સુધી ઢાંકવા ફૂલ સ્લીવના કપડાં બાળકોને પહેરવાની કાળજી નાગરિકો દ્વારા લેવામાં આવે તે માટે જરુરી જાગૃતિ પ્રસરાવવા માટે કલેકટર શ્રીએ સૂચનાઓ આપી હતી.

વર્ષ-૨૦૨૪માં ક્રિમિયન કોંગો હેમરેજીક ફિવરનો એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. નવેમ્બર-૨૦૨૪ દરમિયાન એનિમલ બાઇટ (રેબિઝ)ના ૭૯૦ કેસ નોંધાયા  છેહડકવાનો એક પણ કેસ નોંધાયો નથી. તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્ર પર એ.આર.વી તેમજ એ.એસ.વી.નો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેલેરિયાડેંગ્યુચિકનગુનિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ ગાઇડ મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહીં તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કેવર્ષ-૨૦૨૪ના જુલાઈ થી ઓક્ટોબર દરમિયાન જિલ્લા સ્કવોડઆરોગ્યપોલીસશિક્ષણવાહનવ્યવહારખોરાક અને ઔષધ નિયમનનગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ વિવિધ કલમો અંતર્ગત ૪૪૮ કેસ નોંધાયાદંડ પેટે રુ.૫૧,૪૫૫ની રકમ વસૂલ કરવામાં આવી. બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીજિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts